________________
મહારાણા શ્રી સંગ્રામસિંહ
રર૧
રાજાઓ તથા નવાબે મરાઠાઓને હાથ જોડી ઓથ આપતા હતા, તેથી મરાઠાઓનું જોર વધવા લાગ્યું. જેમ જેમ મરાઠાઓ વધુ વિજય કરતા ગયા તેમ તેમ તે લેકેને હુંપદ અને જુદમ વધવા લાગે જેથી રાજપૂતને અત્યંત ભય લાગવા માંડે. રાજપૂતે આ બયમથી મુક્ત થવા માટે માંહમાંહે સંપ કરવા લાગ્યા. અને પ્રાચીન રીત અનુસાર વૈવાહિક સંબંધ દ્વારા બધા રાજપૂતો એકત્ર થયા. મહારાણા જગતસિંહે મારવાડના ઉત્તરાધિકારી કુમાર વિજયસિંહની સાથે પિતાની પુત્રીને વિવાહ કરી અકયતા મજબુત કરી હતી. વળી “મારવાડ અને “અંબર’ના રાજાઓ વચ્ચે જે ઘેર કલેશ ચાલતું હતું, તે સંપ-સલાહ કરી ઉદયપુરમાં મળેલી સભામાં આ અકયતા સાધવામાં આવ્યું હતું. જેમાં સામાન્ય બનતું આવ્યું તેમ રાજપૂતના આ આક્યતાથી કોઈ પણ જાતનું હીત થયું નહીં. અને પહેલાંની માફક અંદરો અંદર ઝગડા થવા લાગ્યા. માળવા ઉપર અધિકાર સ્થાપિત કર્યા પછી મરાઠાઓ તે રાજ્યો પાસેથી ચોથ લેવા લાગ્યા. ત્યાર પછી બાજીરાવ સેના સહિત મેવાડમાં આવ્યો, તેના આગમનના સમાચાર સાંભળીને મેવાડ ભયથી વ્યાકુળ થઈ ગયું.
મહારાણાએ જાતે ન જતાં સાલુબ્રા સરદારના મુખ્ય મંત્રી બિહારીદાસને તેની પાસે મોકલી આપે. અને બાજીરાવને મેવાડના સિંહાસનની સામે બનેડા રાજની સમાન સન્માન આપવું નકિક કર્યું. ત્યાર પછી તરત જ સંધી કરવામાં આવી. તે સંધિ પ્રમાણે મહારાણાએ વાર્ષિક કર બાજીરાવને આપવા નદ્ધિ કરેલું તે પ્રમાણે મરાઠાઓએ દશ વર્ષ સુધી કર લીધે. પરંતુ પાછળથી તેઓ તે કર લઈ શક્યા નહિં. અને મેવાડનું રાજ્ય પચાવી પાડવાની દાનતે કરેલી સંધિ રદ કરી.
અંબર રાજપુત્રના હાથમાં પિતાની પુત્રી અર્પણ કરી તે વખતે મહારાણાએ એવી શરત કરાવી લીધી હતી કે આ વિવાહથી જે પુત્ર જન્મે તે તેને અંબર ૨ાયને ઉત્તરાધિકારી બનાવ. આ વિવાહથી માસિંહનો જન્મ થયો. અત્યાચારી નાદિરશાહને સંહારક આક્રમણ પછી મહારાજ સવાઈ જયસિંહનો પરફેકવાસ થયે તેમના પછી તેમને માટે દિકરો ઈશ્વરસિંહ સિંહાસન ઉપર બેઠો. મહારાણાએ જયસિંહ પાસે જે પ્રતિજ્ઞા લેવડાવી હતી. તેનું પાલન થયું નહિં. કારણ કે તેમ કરવાથી રાજપૂતની પ્રાચીન રીતને નાશ થતો હતો. આખરે મહારાણાએ ઈશ્વરસિંહ સામે યુદ્ધ કર્યું અને જેમાં મેવાડીઓની હાર થઈ અને રાણાજીનો પરાજય થયો. પરાજયનું કારણ એકજ હતું કે માસિંહને પક્ષ અન્યાયને હતો તેવું મેવાડીઓ સારી રીતે સમજતા હોવાથી અન્યાય ભરેલા કાર્યમાં સામેલ થવાનું ધણ લાગ્યું નહિં. મહારાણાને આ વાતની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com