________________
મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન પિતાની માતુશ્રીના ચણે જઈ વંદન કર્યું. અને માતુશ્રીને આશિર્વાદ લઈ તેમને પિતાના રાજમંદિર સુધી પહોંચાડી આવ્યા. અને પોતાના બનેવીનું પણ સુંદર સન્માન કર્યું. ત્યારે ફક્ત મહારાજા જયસિંહના મેંમાંથી એ ઉચ્ચાર નીકળ્યા કે “ કુટુંબને ઝઘડે હંમેશા ગુપ્તજ રહેવો જોઈએ-અને રાખવો જ જોઈએ. તેજ મનુષ્યની કિંમત છે. ”
એક વખત મહારાણા ભોજન કરવા બેઠા હતા એવામાં તેમને સમાચાર મળ્યા કે મંદસેર પ્રાન્તમાં માળવાના પઠાણાએ આક્રમણ કર્યું છે. અને કેટલાક ગામે લુંટી ઉજજડ કર્યા છે, તથા ત્યાંના રહેવાસીઓને કેદ કર્યા છે. આ સમાચાર સાંભળી મહારાણા ભેજન ઉપરથી ઉભા થઈ ગયા અને શસ્ત્ર સજી યુદ્ધનું નગારું વગાડવાને હુકમ કર્યો. નગારાના ગંભીર શબ્દ સરદાર અને સિનકેને જાગૃત કરી દીધા. પણ અચાનક રણષણાનું કારણ કેઈ સમજી શકયું નહીં. સમસ્ત સૈન્ય જલદીથી તૈયાર થઈ રાજમંદિર પાસે ઉભુ રહ્યું. રાણાજીએ સમસ્ત સેનાની સાથે જવા પિતાની અંત:કરણથી ઈચ્છા પ્રદર્શીત કરી, પરંતુ સમસ્ત સન્ય તથા સરદારોએ એકે અવાજે, ઉત્સાહ પૂર્વક જણાવ્યું કે જ્યાં સુધી અમે જીવીત છીએ ત્યાં સુધી એક સાધારણ દુશમન સામે આ૫ શ્રીમાન રણક્ષેત્રમાં જાવ તે ઉચીત નથી, અને અમે આપ નામદારશ્રોને કદિ પણ જવા દેવાના નથી છતાં આ૫ જશે તે આપના ગૌરવમાં ન્યુનતા દેખાશે સની અને સરદારના વચને મહારાણાશ્રીને સ્વીકારવા પડયા. મહારાણા નગરમાં રહ્યા અને સર્વ સૈનીકે તથા સરદારે દુશ્મનને સામનો કરવા રવાના થયા. સેના ગયા પછી કેટલાક કલાક બાદ કાનેડને સરદાર શસ્ત્ર સજીને આવ્યો. તેનું શરીર રોગીષ્ટ અને બિમારીથી ભરેલું હતું. તેનું અંગ પીળુ અને નિસ્તેજ થઈ ગયું હતું. રાણુજીની આજ્ઞા પાળવા માટે જ તે શસ સજી આવ્યો હતો. ઉક્ત સરદારની શોચનીય દશા જોઈને રાણાજીએ અનેકવાર તે યુદ્ધમાં ન જવા માટે સમજાવ્યો. પરંતુ નમકહલાલ અને માતૃભૂમિની ધગશવાળ આત્મા રાજ્ય શકાય તેમ નહતું.
મહારાજ ! જ્યાં સુધી મારા શરીરમાં હથીઆર પકડવાની શક્તિ છે ત્યાં સુધી હું યુદ્ધમાં ગયા સિવાય રહેવાને નથી સરદારે જણાવ્યું
રાણાશ્રીએ નિરૂપાયે જવાની આજ્ઞા આપી, જેથી રાજપૂતોએ મુસલમાને સાથે યુદ્ધ કરવાનો આરંભ કર્યો હતો. તે વખતે કાનેડને સરદાર રજપૂત સૈન્યને મળ્યા અને મુસલમાને રાજપૂતેનું પ્રચંડ બળ જોઈ રાજપૂતના ઘાવ સહન કરી શકયા નહિ. તેથી પરાજીત થઈ આમ તેમ નાસવા માંડયા, કાનોડ સરકાર આ યુદ્ધમાં માર્યા ગયે. અને તેને પુત્ર સખત ઘાયલ થયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com