________________
મહારાણા શ્રી સંગ્રામસિંહ
૨૧૩
દિલ્હીના હતભાગી સેનાપતિનો શિરચ્છેદ કરીને તેનું મસ્તક પાદશાહ પર મેકલાવી આપ્યું અને કહેવડાવ્યું કે આ નાલાયક માણસ વિદ્રોહ બની ગયે હતો. તેથી જ તેને નાશ કરીને તેનું મસ્તક આપની કદમ–બેસીમાં નવાજેશ કર્યું છે. બળહીન મહમદશાહ નિઝામ-ઉલ-મુલકના કહેવાને ભાવાર્થ સંપૂર્ણ રીતે સમજી ગયા હતા. પરંતુ તે બિચારે શું કરે ? તે લાચાર બની ગયો હતો.
પિતાની સ્વાધિનતા મજબુત કરવાને માટે નિઝામે રાજપુતેની સાથે સંપ કર્યો હતે. અને મરાઠાઓને પિતાની વિજયી સેના લઈ માળવા અને ગુજરાત જવા માટે સલાહ આપી હતી. માળવા પર આક્રમણ કરી ત્યાંના સરદાર દયારામને યુદ્ધમાં સંહાર કર્યો. અને નિઝામની અભિલાષા પૂર્ણ કરી અંબરના રાજા જયસિંહને માળવાનું રાજ્ય આપવા માગણી કરવામાં આવી. પરંતુ તેને તેમને સ્વીકાર કર્યો નહિં. આથી તે રાજ્ય મરાઠાઓના જ હાથમાં આવ્યું ગુજરાતનું રાજ્ય પણ આ દશાને જ પ્રાપ્ત થયું. પ્રથમ બાદશાહ રાઠોડને આ રાજ્ય પણ આપવાની પ્રતિજ્ઞા કરી હતી પરંતુ તેનું પાલન નહિં થવાથી અજીતસિંહના પુત્ર અભયસિંહે તે પર આક્રમણ કર્યું. અને તેના હાકેમ બુલંદખાને હાંકી કાઢયે. આ એક ઉત્તમ તક છે. એમ ધારી મરાઠાઓએ રાઠોડના જીતેલા ગુજરાતમાં પિતાને અધિકાર સ્થાપિત કર્યો. રાઠોડ રાજા અભયસિંહે મરાઠાની સામે બાથ ભીડી નહિં. અને પિતાને અધિકાર માત્ર ગુજરાતના ઉત્તર ભાગમાં જ રાખે.
જે સમયે રાજ્ય સ્થાન ગુજરાત તથા માળવાની આ દશા થઈ તે વખતે બંગાળામાં, બિહારમાં, અને ઓરીસ્સાના રાજ્યમાં સુજાઉદ્દોલા, અલીવદી ખાંની સાથે અચળસુખ વૈભવ ભેગવી રહ્યો હતો. આ તરફ અદ્ધાના રાજ્યમાં સાદતખાને પુત્ર સફદરગંજ અડગ રીતે સિંહાસન ઉપર બિરાજમાન થશે. જો કે બાદશાહની કૃપાથી જ સાદતખાંએ અદ્ધાનું રાજ્ય પ્રાપ્ત કરેલું હતું. તે પણ કૃતજ્ઞી પુરૂષે બાદશાહના આ પવિત્ર પ્રસાદને બદલો ઘણે નિચ બુદ્ધિથી વા. સાદતખાં એક નિચ, કૃતજ્ઞી, અને વિશ્વાસઘાતી હતા. તે દુરાચારીએ પરમ અત્યાચારી નાદિરશાહને ભારતવર્ષમાં બોલાવી દિલ્હીના સામ્રાજ્યનું સત્યાનાશ વાળ્યું. શું ભાવી પ્રતિકુળતા ? માણસ ધારે છે શું અને થાય છે શું?
માલવા અને ગુજરાતમાં મહારાષ્ટ્રીઓની પ્રભુતા મજબુત થઈ ગઈ. ત્યારે વિજયી મરાઠાઓએ અન્ય પ્રદેશમાં પોતાની સત્તા જમાવવા પ્રયાસ કરવા માં હતા. ત્યારે તેઓ નર્મદા નદી ઉતરીને ઉત્તર તરફના પ્રદેશોમાં તીડાની માફક ફરીવળી તેમને લૂટવા લાગ્યા. તેમના પ્રચંડ પરાક્રમના અપૂર્વ પ્રભાવથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com