________________
મહારાણા શ્રી અમરસિંહ
૨૯૭
રાણુઓના શાસન કાળ પર્યત પિતાનું મંત્રી પદ ઉત્તમ રીતે બજાવ્યું હતું. પણ મહારાણા સંગ્રામસિંહનું મૃત્યુ થતાં મેવાડ પર મહારાષ્ટ્રીઓનું જે આક્રમણ થયું તેની તીક્ષણધારને પંચોલી મંત્રીની હજારો યુક્તિઓ કઈ પ્રકારે રોકી શકી નહીં.
મહારાણા સંગ્રામસિંહ એક ચતૂર અને દીર્ઘદ્રષ્ટી વાળા રાજવી હતા. અને પ્રજાના હિત ચીંતક હતા ગરીબોના બેલી હતા, તેમને આદર્શ લીધેલું કાર્ય પૂર્ણ કરવું. તેઓ ઉત્સાહી અને આનંદી હતા તેઓ આર્થિક સ્થિતિની ઝીણવટ ઘણું જ સારી રીતે સમજતા હતા તેમજ અમલ પણ કરતા હતા. આવક કરતાં જાવક વિચારીને કરતા, રાણાશ્રીના ચારિત્ર માટે કેટલાક દાખલા આગળ આપું છું. તે ઉપરથી વાંચક વર્ગ સમજી લેશે કે રાષ્ટ્ર તે આ એકજ
હતા.
એક વખતે મેવાડમાં કટારી આ ચૌહાણ પ્રથમ શ્રેણીના ચૌહાણુ ગણાતા હતા. આ ચૌહાણેને રાજ્ય સભામાં ઘણું જ સારું માન મલતું હતું. એક વખત ચૌહાણેના સરદારે મહારાણાને રાજ્ય પિશાક ઘણે કિંમતી બનાવવાની અરજ કરી. મહારાણાએ તેમની વાતને સ્વીકાર કર્યો તેથી કટારીયાના ચૌહાણેને આનંદની સીમા રહી નહીં, અને તેમને સરદાર પણ ઘણું જ ઉત્સાહમાં આવી ગયે. અને ખુશી થતો પોતાના મુકામ તરફ ગયે આ તરફ રાણાજીએ મંત્રીને હુકમ કર્યો કે કટારીયાની જાગીરમાંથી બે ગામ ખાલસા કરી નાંખે? આ વાત અલ્પ સમયમાં કેટારીયાના સરદારના સાંભળવામાં આવી ત્યારે તેણે તરતજ મહારાણાની પાસે ભય પામતા અરજ કરી કે મહારાણાશ્રી અમારે શા અપરાધ થયો! મહારાણાશ્રીએ જવાબ આપે કે જ્યારે તમે મારો પોષાક કિંમતી બનાવ વાનું કીધું ત્યારે મેં વિચાર કર્યો કે મારી આવકની રકમ મારા નક્કી કરેલા વિચારો ઉપરજ ખચાય છે. ત્યારે પોષાક કિમતી બનાવવા રૂપીઆની સગવડ મારે કરવી જોઈએ. તેથી જે તમારાં બે ગામ ખાલસા કરૂં તે તેની આવકથી મારા પિષાકનું ખર્ચ પુરૂં થઈ જશે, અને તમારું વચન સ્વીકારી તમારી આશા પરીપૂર્ણ કરી શકું.
કટારીયાના સરદારની આંખ ખુલી ગઈ અને પોતાના બેલેલા શબ્દો પાછા ખેંચી ક્ષમા માગી વાંચક વર્ગ મહારાણુની સાદાઈ અને વૈભવના ત્યાગ વિષેને આ એકજ દાખલે બસ છે.
રાણાશ્રીએ રાજ્ય ખર્ચના હેવારની ખાતાવાર પણ કરી હતી. અને દરેક ખાતાને હિસાબ દિવાન પાસે ૨જુ થતું હતું. એક વખતે રાણાજી જમવા બેઠા ત્યારે રસેઈએ દહીં પીરસી ચાલ્યા ગયા પણ દહીંમાં બુરું નાખવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com