________________
૧૬૮
મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન
આજે અમે અંદગીની રમત ખેલી પાર પાડયું છે. ” આ સાંભળી પૂરતીત ઘણુ ખુશી થયા. દયાળશાહ બે ત્રણ કલાક પછી જ્યારે સાધારણ શુદ્ધિમાં આવ્યા ત્યારે આંખ ઉઘાડી જોયું તે મહાત્મા જણાયા. જે મહાત્મા રાજમહેલમાં જે હતો તે આ જ મહાત્મા હતો. જેથી પોતે ગૂપચૂપ પડી રહી બધી હકીકત સાંભળવા માંડી તે જ વખતે રાણા પકડાયાના શબ્દો તેના કર્ણ અથડાયા જેથી પોતે સમજી ગયો કે જરૂર પૂરોહિતે જ મહારાણાશ્રીને મારી નાંખવા આ કાવત્રુ રચ્યું છે. અને પેલે પૂહિત તેજ આ મહાત્મા થયે છે. એમ વિચાર કરી તેમની પાસેથી છૂટવાની ચિંતામાં પડ.
આ વખતે વળી બીજા કેટલાક માણસે જયસિંહને પકડીને લાવ્યા. રાજ્યનો ભંડાર કોમલનેરના કિલ્લામાં રહેતા હતા તેથી તે રાજ્ય ભંડાર કબજે કરવા અમરકુમાર દશ હજાર ઘોડેસ્વારની મદદ લઈ ગયો કમલમેરના કિલ્લાનો રક્ષક દ્રપા સરદારને કુમાર અમરસિંહની હીલચાલ શકભરી લાગવાથી, તે કોઈપણ જાતની મચક ન આપતાં ઘણી બહાદુરીથી લડયે, અને અમરકુમારને હરાવ્યું. તેથી અમરકુમારની ધારણા ધૂળમાં મળી ગઈ
'દયાળશાહ શુદ્ધિમાં આવ્યા. અને રાણાજીને પણ બંધનમાં લેતાં બોલ્યા કોણ? અન્નદાતા !
કાણ? દયાળશાહ સામું જોતા રાણાશ્રીએ પૂછ્યું.
હા, અન્નદાતા લાચાર છીએ કે બંને બંધનયુક્ત છીએ. સામું જોતાં દયાળે જણાવ્યું, નિડર દયાળશાહ જરા પણ ન ગભરાયે.
પૂહિત, એ પાપી ! તારાથી જે થાય તે કરીલે? મેવાડનું લૂણુ ખાઈને મેવાડના અન્નદાતાને જ મારવા તૈયાર થયે ? ધિક્કાર છે? દયાળ છે.
જ્યાં ન્યાય કે નિતિ શું છે તે જ વસ્તુ પૂરોહીતના સમજવામાં ન હોય ત્યાં ગમે તેવા બેધના વચને કહો તે પણ નિરર્થક છે.
તમે તમારા ઈષ્ટદેવને હવે સંભારી લે! તમને જીવતા રાખવા તે મેવાડ માટે સારૂ નથી ! માટે ઈશ્વરનું સ્મરણ કરી લે ! પૂરોહિતે કહ્યું.
મોતથી ક્ષત્રિયો ડરતા નથી. મત તે શૂરવીરેનું એક અણમલ જીવન છે, મતથી તે તારા જેવા પાપીએ જ ડરે, તારાથી થાય તે કરી લે, એ પાપી ! ચંડાળ, સાંભળ, જરા સાંભળ કે:--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com