________________
મહારાણા શ્રી જ્યસિંહ
૧૭
કરવા માટે તો તેઓએ પહાડો અને જંગલને આશરે લીધે હતો. અને મોગલોની સાથે ઘણી જ બહાદુરીથી યુદ્ધ કરી પોતે પોતાના બાહુબળથી કીર્તિ મેળવી હતી. મેવાડભૂમિ રત્ન ગર્ભાભૂમિ છે. પૂણ્યશલિલા અને ગીરીતરંગીની વચ્ચે મહારાણાશ્રીએ “જ્યસમુદ્ર” નામનું એક વિશાળ સરોવર બનાવ્યું ભારત વર્ષમાં આવા સરોવરને નમુનો બીજે કયાંઈ નથી, એવી વિશાળ અને મનહર બાંધણી કરવામાં આવી છે. ત્યાં પ્રથમ “ઢેબર’ નામનું નાનું તળાવ હતું, આ તળાવને મોટું બનાવી ચારે બાજુ બંધ બાંધવામાં આવે છે. અને તેને ઘેરા લગભગ પંદર કષ જેટલો મટે છે. આ તળાવથી ધાન્યના ક્ષેત્રોને ઘણે જ ફાયદો થા, ખેડુતની આબાદી થઈ છે વળી તેના કિનારા ઉપર પોતાની પ્રીય રાણુ કમળાદેવી માટે મહેલ બંધાવ્યું છે તે હાલમાં મોજુદ છે.
આખરે ગૃહકલેશને લઈને મહારાણાનું ટુંક જીવન ઘણી જ દુ:ખી અવસ્થામાં પસાર થયું. આ ઝઘડાનું મુખ્ય કારણ સ્ત્રી પરાયણતાનું હતું જેને “સખ્યનું સાલ ” કહીએ છીએ તે હતું. આગળના રાજાએ પિતાની વિષય -વાસના પુરી કરવા સારૂં એકથી વધારે રાણું પરણુતા હતા અને તેને જેમ જેમ વિસ્તાર વધતો જતે તેમ તેમ કલેશના બીજ રોપાતાં જતાં અને તે મૂળ વિશેષ મજબૂત થતા હતાં. માટે ડાહ્યા પુરૂષે એક ઉપર બીજી સ્ત્રી કદાપી પણ પરણવી જોઈએ નહીં. જયસિંહની જેટલી રાણી હતી તેટલી બધી રાણીઓમાં અમરસિંહની માતા મોટી હતી. તે રાણી હાડા કુળમાં ઉત્પન્ન થઈ હતી. હાડાકુળ ગીહલેતૂ કુળ ઉપર ઘણું જ ઉપકાર કર્યા હતા. હાડીરાણી સૌથી મોટી હતી. જેથી રાણાશ્રીને તેના ઉપર જ પ્રેમ રાખવો જોઈતો હતો પણ વિષયને વશ થઈ પોતાની રાણીને ત્યાગ કરી કમલાદેવીના પ્રેમમાં લુપ્ત બન્યા, અને ઝઘડાનું મૂળ વધાર્યું. તેથી આગળ પાછળના શત્રુઓ પ્રબળ થવા લાગ્યા, જેથી અંદર અંદરના કલેશથી મેવાડનું રાજ્ય ઘણી જ હીણ દશામાં આવી પડયું.
અમરસિંહની માતા પ્રત્યેનો વિરભાવ કમલાદેવીને વધતો ગયો અને તે એટલો બધો વધ્યો કે તેઓને એક એકને સાથે રહેવું મુશ્કેલ થઈ પડયું. જે
સિંહ રાણાએ બાદશાહ ઔરંગઝેબ સાથે યુદ્ધમાં બહાદુરી અને વીરતા બતાવી હતી તેજ રાણે જયસિંહ આજે ગૃહ-કલેશથી કંટાળી પોતે કમલાદેવીની સાથે જયસમુદ્રના કિનારે બંધાપેલા મહેલમાં રહેવા માંડે. અને રાજ્યના તમામ વહીવટ કુમાર અમરસિંહ તથા મંત્રી દયાળશાહને સેમ્યો. તેથી તો રાણા જયસિંહ પોતે ઘણુંજ પ્રમાદી અને આળસુ બની ગયા. આવી સ્થિતિમાં પણ પોતે શાન્તિ પામી શક્યા નહીં. તેઓના પુત્ર ઘણુજ તોફાન કરવા માંડયા. તેથી પોતે પોતાનું સ્થાન છોડી પિતે પાટનગરમાં આવ્યા. આ વખતે કુંવર અમરસિંહે પિતાની જુવાનીના જોશે એક સંદેન્મત્ત હાથી નગરમાં છોડી મૂકો અને કઈ
૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com