________________
૧૮૪
મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિયન પુત્રને સખ્યો હતો તેને કુલકલંક પુત્ર રાજ્યની આવક પિતાના પિતાને નહીં મોકલતાં પિતે જ સ્વાહા કરી જતો હતો. ત્યારે રાવણે પાળે પોતાને ન્યાય આપવા માટે પાદશાહને પ્રાર્થના કરી ત્યારે મૂર્ખ રાજકુમાર પોતાના પિતાના તથા બાદશાહના ક્રોધાગ્નિમાંથી બચવા ઉપાય શોધવા લાગે. ઘણીવાર વિચાર કર્યા પછી તેને એક ઉપાય જડ. આ ઉપાય દ્વારા તેની સંકટમાંથી મુસ્તિ થઈ - આ ઉપાય એ હતો કે તેણે હિંદુ ધર્મને ત્યાગ કરી ઈસ્લામ ધર્મ સ્વીકાર્યા આ ઉપરથી ઔરંગઝેબ તેના ઉપર પ્રસંન્ન થઈ તેને અપરાધ ક્ષમા કર્યો એટલું જ નહીં બલકે તેને રામપુરનું રાજ્ય સમર્પણ કરી દીધું. પોતાના દુષ્ટ પુત્રના આવઃ કૃત્યથી પિતાના પિતાને અત્યંત તીરસ્કાર આવ્યો અને તેને બદલો લેવા માટે પિતાની સેના લઈ રામપુર તરફ આક્રમણ કર્યું પરંતુ તેની ધારણુ સફળ થઈ નહીં અને પરાજય થયો તેથી પિતાનું રક્ષણ કરવાને માટે રાણા અમરસિંહને આશ્રય ગ્રહણ કર્યો, દુષ્ટ દુરાચારી ઔરંગઝેબે આ વાત જાણું અત્યંત ક્રોધાયમાન થયે રાણાએ રાવપાલને આશરો આપે તેથી બાદશાહ તેને દ્રોહી ગણવા લાગ્યો. અને તેની હીલચાલ તપાસવા માટે પિતાના પુત્ર અને માળવા રહેવાની ભલામણ કરી. બાદશાહને પરમ ભક્ત એવો એક રાજપૂત પોતાના જીવનચરિત્રમાં ઔરંગઝેબના દુરાચારની સ્પષ્ટ હકીક્ત પોતાના ગ્રન્થમાં એક સ્થળે લખ્યું છે કે શાહ પોતાના વિશ્વાસુ અને સહાયક રાજપૂત ઉપર કિંચીત પણ અનુગ્રહ કરતો ન હતું. તેથી તેની સેવા કરવા માટે રાજપૂતને આગ્રહ મંદ પડી ગયે હતે, બાદશાહને તેની દુષ્ટતા નો બદલો આપવા માટે જ અમરસિંહ રાણાએ તેના વિરૂદ્ધ ખડગ ધારણ કર્યું હતું રાણાને સહાય કરવાને માલવરાજ પણ યુદ્ધમાં આવ્યા હતા. આ વખતે આજીમ દક્ષિણ તટ પર હતો તે પ્રદેશમાં મહારાષ્ટ્ર નીમસિંધીઆ નામના એક રણ વિશારદ મહારાષ્ટ્રીને પિતાને સેનાપતિ બનાવી ભયંકર વિગ્રહ કરી રહ્યા હતા આ ભયંકર અગ્નિ શાંત કરવા માટે બાદશાહ ઔરંગઝેબે આમની સાથે રાણા જયસિંહને મેકલ્યા, પરંતુ તેને સફળતા મળી નહીં.
બાદશાહના કઠોર અત્યાચારથી ભારત વર્ષમાં વિગ્રહ-અગ્નિ પ્રજલીત થયે હતે. પાદશાહ વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરી ચૂકયા હતા તેથી સર્વ લેકે મગની ગુલામી છિન્નભિન્ન કરવા એક પગે તૈયાર થઈ ગયા હતા. આ પ્રમાણે બાદશાહ કયાં કયાં સંભાળે ક્યા કયા જણની રક્ષા કરે અને કેનું ધ્યાન રાખે.
એક તરફ મહારાષ્ટ્રી વીરકેશરી શિવાજીના મંત્રથી દિક્ષીત થઈ સ્વાધિનતા - પ્રાપ્ત કરવા માટે બાળસૂર્યની પેઠે ધીમે ધીમે પ્રચંડ મૂર્તિ ધારણ કરી રહ્યા હતા બીજી બાજુ રાજપૂત કો મેગલાથી અલગ થતા જતા હતા આથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com