________________
મહારાણા શ્રી અમરસિંહ કરવાને કોઈ મારગ ન જે એટલે તેને અજીતસિંહ ઉપર ગુસ પત્ર મોકલ્યો હતું. પરંતુ તેને ગુપ્ત ઉદેશ પાર પડયે નહિં. રાઠોડ રાજા અજીતસિંહે ઉભય સયની સાથે સંધિ કરી લીધી. અને બાદશાહને નીયમીત કર અને પિતાની કન્યા આપવાનો સ્વીકાર કર્યો આ ઠરાવ કરવાથી અજીતસિંહ મોગલોની સભાની અંદર વિશેષ માનપાન પામવા લાગ્યા.
જે દિવસે મારવાડની રાજકુમારી સાથે કર્ખશીયને વિવાહ નક્કી થયા, તે દિવસથી વેત દ્વિપવાસી બ્રિટિશ સિંહને પ્રભૂતાને મારગ નિષ્કટક થઈ ગયો. વિવાહ સંબંધ થવાની થોડા દિવસ પૂર્વે બાદશાહની પીઠમાં ભયંકર પાકું નીકળ્યું. આ પાઠું બહુ વધી ગયું. હકિમેએ અને વેએ તેના ઉપચાર કરવામાં બાકી ન રાખી પણ આખરે તે પાટું મટયું નહીં. અને દિવસે દિવસે દરદ વધવા લાગ્યું વિવાહને દિવસ પણ વ્યતિત થઈ ગયે છતાં દરદ મટયું જ નહીં. તેથી તે અત્યંત શક્તિહીણ થઈ ગયો.
બાદશાહની આવી માંદગીની અવસ્થા જોઈ સૌના દિલમાં ચિંતા થઈ કે બાદશાહના વિવાહને સામાન તેના સમશાનના કામમાં આવશે. લેકે એ દઈને મટાડવાના ઉપાય ઘણું શોધવા માંડયા તે વખતમાં બ્રિટિશ કંપનીમાં રહેતા એક દૂત બાદશાહની સભામાં આવી પહોંચ્યો. તે સુરતમાં એક ઉત્તમ ડેકટર હતો. ખાસ કરીને તે શસ્ત્રક્રિયામાં હશિયાર હતો સર્વના પ્રયત્નો નિષ્ફળ જતા તેની પાસે દવા કરવાનો નિશ્ચય કર્યો તે સાહેબનું નામ હોમીટન હતું. આ મહાશયે પાદશાહનું દર્દ થડા જ સમયમાં મટાડી આરામ કર્યો. ને મોટી ધામધૂમથી વિવાહને સમારંભ સમાપ્ત થયો. તે પછી પાદશાહે એક દિવસે હમીટનને તેમની પાસે બોલાવ્યા અને તેમને પૂછ્યું કે આપને શું જોઈએ છે. મહાશય હેમીલ્ટને પ્રત્યુતર આપે. જહાંપનાહ મારે કંઈ પણ જોઈતું નથી. મને કોઈ પણ જાતની માન-પાન કે હોદાની લાલચ નથી તેમ લક્ષ્મીની પણ લાલચ નથી પણ હું દૂર દેશમાંથી વાણિજ્ય વેપાર કરવા આવ્યો છું. આપના રાજયમાં અમને પગ મૂકવાનું સ્થાન નથી તો આ પ્રસંગે આટલી જ પ્રાર્થના છે કે આપ જે મને ખુશ કરવા ચાહતા હો તે કોઈ ભૂમીનું દાન કરે. અને અમારા વેપારને અનુકુળતા પડે એ પરવાને આપ, પાદશાહે ખુશ થઈને તેની માંગણી પૂર્ણ કરી તે વિશાળ ભારત વર્ષનાં બ્રિટિશ પ્રભૂતાનું જે બીજ
પવાથાં આવ્યું તે થોડા જ દિવસમાં ફાલ્યું અને એનું વિશાળ વૃક્ષ બની સમસ્ત ભારત વર્ષમાં ફેલાઈ ગયું આજે તેજ વિશાળ વૃક્ષની છાયા નીચે જ અગણિત ભારત સંતાન વિશ્રાંતી હૈં છેઆ વૃક્ષને કદિ પણ નાશ ન થાય, એવી પ્રભુ પાસે અમારી પ્રાર્થના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com