________________
૧૯૪
મેવાડના અણમલ જવાહિર યાને આત્મબલિદાન . મહારાણાની સાથે સંધી કરી હતી આ સંધીના બીજા કરારમાં જયાવેરે માફ કરવા સંબંધી ઉલેખ છે. . આ સંધીપત્ર અથ થી ઇતિ સુધી વાંચવાથી અઢારમી શતાબ્દીના પ્રારંભમાં રાજપૂતની અને મેગની અવસ્થા કેવી હતી તે ઉત્તમ પ્રકારે વિદીત થાય છે. સંધિનું નામ સાંભળતાં રાજપૂત કુળશિરોમણી અમરસિંહને અપમાન થયું હોય એમ લાગે છે પરંતુ વિચાર કરવામાં આવે તે એ પ્રકારની ચીંતા શીધ્ર દર થાય છે. આઠમો કરાર વાંચવાથી સારી પેઠે વિદીત થાય છે કે આ સંધીથી રાણાજીને કોઈપણ પ્રકારની હાની થઈ નથી. એકરારમાં રાણાજી પાદશાહના રક્ષક હોય એમ સુચિત થાય છે, અમરસિંહને સાત હજારની મુનસફદાર નિયુક્ત કરવામાં આવ્યા હતા તે પરથી તેમની તેજસ્વીતા અને પ્રતિભાનું પ્રમાણ મળે છે. વળી તેમને રાજ ઘન છેડી વનવાસ સ્વીકાર્યો હતો, પરંતુ કેઈની આધિનતા સ્વીકારી નહોતી, પરંતુ અનેક રાજપૂતના વિચાર તેમના વિચારોથી ભીન્ન હતા.
સરદાર જ્યારે પાદશાહના કાર્ય માટે ફરતા હોય ત્યારે તેમના દ્વારા લોકોની
કૃષિઆદિથી જે હાની થાય તેની જવાબદારી મારે શીર નહેવી જોઈએ. ૯. કલિઆ, મંગળગણ, બેદર, અસાર, ગ્લાસપુર, પુરધર, વાંસવાડા તથા ડુંગરપુર આ
મહાલ અને તેના પાંચ હજાર સ્વારની મુનસફદારી મને આપવી જોઈએ, આવા પાંચ હજાર સ્વા. અતિરિક્ષ સિંહાસન પર બેસતી વખત તથા સિનસિનીમાં જય કરતી વખતે સ્વીકારેલા હજાર હજાર સ્વાર મળી એકંદર સાત હજાર સ્વારની મુનસફદારી મને મળવી જોઈએ અને સિનસિનીમાં વિજય પ્રાપ્ત થયો તે વખતે એક હજાર સ્વારો પૈકી પ્રત્યેકને પાંચ પાંચ ઘડા આપવાનો જે સ્વીકાર કર્યો હતો, તે
- અનુસાર ઘડા પણ મળવા જોઈએ. ૧૦. ત્રણુકડ દામ (ચાલીસ દામનો એક રૂપી થાય છે.) પુરસ્કાર તરીકે મળવા
જોઈએ, બે કરોડ સંધિપત્ર અનુસાર અને એક કરોડ દક્ષિણમાં મળેલી સેનાના
વેતનના, ઉપરોક્ત બે કરેડ દામની તો અધૂન મને આવશ્યક્તા છે તેના બદલામાં શિરોહી પ્રાન્ત મને આપવાને પાદશાહે સ્વીકાર કર્યો છે, માટે તે પ્રાન્ત શીધ્ર મારા
કબજામાં સોંપો જોઈએ, ૧૧. હાલ મને નીચલા મહાલે મળવા જોઈએ. કેકીમંડળ, જિહાજપુર, માલપુર અને બીજે
એક ( આ શબ્દની શાહી ઉડી જવાથી વાંચી શકાયો નથી. તેથી આ ગામનું નામ લખી શકાયું નથી.)
આ પ્રમાણે જે સંધીપત્ર થયું તેની જે જે હકીક્ત મળી છે તે હકીક્ત બહુ જ વિચાર પૂર્વક વાંચકવર્ગ આગળ રજુ કરી છે. આ વખતે જેનેના મંદિરની ૫ણ જાળવણું અને લાગણીઓ પણ પુરેપુરી સાચવવામાં આવી છે. કારણ કે જેની ભૂતકાળની સેવા ઇતિહાસમાં અજોડ અને નિમકહલી ભરેલી હેવાથી જેનું દરેક રીતે સન્માન * સચવાતું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com