________________
મહારાણા શ્રી અમરસિંહ
બાદશાહ અતિ ભયભીત અને વ્યાકુળ થયે. પરંતુ આ સંકટમાંથી તેને ઉદ્ધાર થયે નહીં તેથી તેની વૃદ્ધાવસ્થા જોઈ તેના પુત્ર મોગલ રાજ્ય પોતપોતાના અધિકારમાં લેવાનો પ્રયત્ન કરવા લાગ્યા અને તે માટે ભયંકર સંકટ સહન કરવાને પણ તૈયાર થયા. આ દારૂણ સંકટોથી પીડીત થઈ પચાસ વર્ષ સુધી ભયંકર રાંજયનિતિ ચલાવી.
પાદશાહ ઔરંગઝેબે વસાવેલા ઔરંગાબાદ નગરમાં ઈ. સ. ૧૭૦૭ માં (જીકાદની તારીખ ૯ મી) આ લેકનો ત્યાગ કરી યમદ્વારે પહોંચી ગયો છે દિવસે તેનું મરણ થયું તે દિવસે પુત્ર-પૌત્રાદિમાં મહા કોલાહલ મચી રહ્યો પિતાના મરણને શોક કરવો દૂર રહ્યો પરંતુ તે સર્વ તખ્ત પ્રાપ્ત કરવાની ઈચ્છાથી પાટનગર તરફ દેડયા, પ્રથમ ઓરંગઝેબના પુત્ર અમે શહનશાહી પિતાના અધિકારમાં લીધી પછી તે પોતાના જેક્ટ બધુ સુલતાન આઝમને તેની સેના સાથે પોતાના પાટનગરમાં આવતે જોઈ તેને મરથ નષ્ટ કરવાની ઈરછાથી ધાત અને કોટાના રાજપૂતોને લઈ તેની ગતિ રોકવા માટે આગ્રામાં ગયે. મેવાડ, મારવાડ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં આવેલા સર્વ રાજાએ મોઆઝીમની પતાકા નીચે આવી એકત્રીત થયા. આ સર્વ રાજપૂતેને પોતાની સાથે લઈ સુલતાન મેઆઝમ “લાજ” નામના સ્થળે અજીમની સેના સાથે આવી સામે થયે.
આ યુદ્ધમાં આજીમને સખ્ત પરાજય થયો અને તેમાં ધાત તથા કેટાના રાજા તથા પિતાના પુત્ર બેદરબખ્તની સાથે સમરભૂમીમાં માર્યા ગયા. તેથી
આઝિમ સંપૂર્ણપણે નિષ્કટક થયે અને તે “શાહ આલમ બહાદુર શાહ” નામ ધારણ કરી પિતાના તખ્ત પર બિરાજમાન થયે.
આઝિમમાં અનેક સદગુણે હતા તેના સદગુણે પર આકર્ષાઈ સઘળા રાજપુતે તેના પર પ્રસન્ન હતા, જે સુલતાન આઝમ હિન્દુ હિતેષી શાહજહાં પછી માગલ સિંહાસન પર બેઠે હેત તે વરવર બાબરે સ્થાપન કરેલું રાજ્ય વૃક્ષ આટલી શીઘ્રતાથી નાશ ન થાત, જે આમ થાત તો આજ પર્યન્ત મંગલ તખ્ત તાઉસ પર બિરાજમાન થઈ એશિયાના પ્રબળ રાજ્યના સ્વામી તરીકે જગતમાં પ્રસિદ્ધ થાય પરંતુ તેના ભાગ્યમાં શીઘ્રતાથી નાસ થયાનું લખ્યું હશે. નહીં તો ઔરંગઝેબ જે કુર પાદશાહ મેગલના સિંહાસનને કલંકીત શા માટે કરત. લોકો ઓરંગઝેબને નર-રાક્ષસ ગણુતા હતા. અને તેને તથા તેના રાજ્યને નાશ કરવા માટે ચારે તરફથી લેકે પ્રયત્ન કરતા હતા, મેગલવંશમાં
ઔરંગઝેબ અત્યંત દુષ્ટ પાદશાહ થશે. આ પ્રમાણે ઔરંગઝેબની દુષ્ટ રાજ્ય. નિતિથી આખા મોગલ સામ્રાજ્યનો નાશ થયે.
૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com