________________
=
૧૭૬
મેવાડના અણમલ જવાહિર યાને આત્મબલિદાન રાણા જયસિંહને રાજ્યાભિષેક થયા પછી થોડા જ સમય બાદ ઔરંગઝેબ સાથે સંધિ કરી હતી, શાહના પુત્ર અજીમ અને મેગલ સરદાર દિલેરખાં સંધિપત્ર લઈ રાણાજી પાસે આવ્યા. જેથી રાણાજીએ ઘણું ઉત્તમ પ્રકારે આદર સત્કાર કર્યો અને તેઓ મેવાડની સપાટભૂમિ પર સામસામાં મળવા દસ સહસ
ડેસ્વાર અને ચાલીસ હજાર પાયદળ સૈન્ય સાથે મેવાડના વિસ્તારમાં ઉભા રહી અજીમ તથા દીરખાંની વાટ જેવા લાગ્યા. આ મહાન દષ્ય જેવાને માટે અસંખ્ય મેવાડીઓ તે સ્થળે આવ્યા હતા.
જ્યારે શાહજાદે અજીમ તથા સરદાર દિલેરખાં પોતાના માણસ સાથે આવી પહોંચ્યા ત્યારે રાજપૂતોએ જયએકલીંગજીની પ્રચંડ ઘેષણ સાથે જય બોલાવી આકાશ ગજાવી મૂકયું હતું. અને આવેલા મહેમાનેને મહારાણાએ ઘણું જ સન્માન સહીત સ્વાગત કર્યું હતું.
મહારાણાની પ્રચંડ સેના જોઈ અજીમ મનમાં શંકાશીલ થયો પણ દીલે૨માં રાજપુતેની ન્યાય અને નીતિ સારી પેઠે જાણતો હોવાથી તેને રાજપૂતના વચન પર સંપૂર્ણ ભરૂસો હતા. અને પોતે જે વિર રાખ્યું હતું તે છતાં પણ રાણા રાજસિંહે પોતાને પ્રાણ બચાવ્યો હતો, તે શું એ જયસિંહ પિતાને ત્યાં આવેલા મહેમાન સાથે વિશ્વાસઘાત કરશે? અમને રાજપૂત પર વિશ્વાસ નહિતે પણ દિલેરખાને તો રાજપૂતો પર સંપૂર્ણ વિશ્વાસ હતા.
જ્યારે મહારાણા જયસિંહે સ્વાગત કર્યું ત્યારે તે બધાને આનંદ થયે અને સંધિનું કાર્ય સમાપ્ત કરવામાં આવ્યું અકબરના વિદ્રોહી ચરણમાં જે સહાય કરી હતી તેના દંડ તરીકે પાદશાહને ત્રણ પ્રગણું આપી દેવાં પડયાં. પાદશાહની આજ્ઞાનું શાહ અજીમે સિંહને જણાવ્યું કે તમે આજથી અમારે લાલ ઝંડે અને છત્ર વાપરી શકશે. પરંતુ આ દંડ નામને જ હતો. કેવળ પાદશાહનું માન રાખવા માટે જ રાણાજીએ આ વાતને માન આપ્યું હતું. પણ મહારાણાને તે આ શરત મંજૂર રાખવાથી લાભ જ થયે હતે.
વિદાય થતી વખતે દિલેરખાંએ કહ્યું કે “તમારા સરદાર સ્વભાવના ઘણા જ કઠોર છે અને મારા પુત્રને આપના હીતની ખાતર જ આપના તાબામાં સેંપવામાં આવે છે. તેના જીવનના બદલામાં બનશે ત્યાં સુધી પૂર્ણ સ્વાધીનતા રક્ષવામાં હું જરાપણ ત્રુટી કરીશ નહીં, આપ નિશ્ચીત રહે. આપના સ્વર્ગસ્થ પિતા સાથે મારી મિત્રાચારી હતી.
આ પ્રમાણે રાજપૂતોના મીત્ર દીલેરખાંને ઉદ્યોગ સફળ થયો નહીં પરંતુ મહારાણાએ પોતે પિતાના ખડગ પર વિશ્વાસ રાખ્યું હતું. રાણાશ્રીને પાંચ વર્ષ સુધી તે તેમને કામેારી મેગલેના ભીષણ આક્રમણથી પિતાની રક્ષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com