________________
જૈનાચાર્યનાં દર્શન.
રણજીત તથા પાટમ ઝડપભેર આ તરફ આવી રહ્યા હતા, તેઓએ દયાળ તથા રાણાશ્રીને ખીણમાં ફેંકી દેતા જોયા હતા, તેઓ એકદમ નજીક આવે તે પહેલાં તે આ દુષ્ટએ ફેંકી દીધા. તેથી પાટમ બેભાન થઈ ગઈ અને તે જમીન પર પછડાઈ પડી. રણજીતે તરતજ એક તીર છોડયું પણ તે તીર આવતાં પહેલાં મંત્રી દયાળ તથા રાણા જયસિંહ બંનેને ફેંકી દેવામાં આવ્યા હતા. તેથી રણુજીતના ગુસ્સાનો પાર ન રહ્યો, એટલે પાપી મહાત્મા-પુરોહીતની સાથે યુદ્ધ કરી યમસદન પહોંચાડી દીધે, તેને તેના કર્મને પુરેપુરો બદલો મલી ગયે.
પાટમરે તે તદ્દન બેભાન બની ગઈ હતી તેને શુંઢિમાં લાવવા માટે અનેક ઉપાય કરવામાં આવ્યા, પણ તે શુદ્ધિમાં ન આવી.
દયાળ તથા રાણાશ્રીને જે ખીણમાં ફેંકી દેવામાં આવ્યા હતા. તે ખીણ ઘણી ઉંડી અને ઝાડીઓથી ભરપુર હતી, જેથી તેઓ ખીણની ઝાડીમાં ભરાઈ ગયા હતા. અને બેશુદ્ધ બની ગયા હતા, તેઓને બીલકુલ ઈજા થઈ ન હતી. આ વખતે જૈનાચાર્ય શ્રી માનસુરિશ્વરશ્રી મહારાજ તેજ પહાડમાં પોતે આત્મસિદ્ધિ કરતા હતા. તેઓશ્રી પહાડમાં ચાલતાં હતા ત્યારે મનુષ્યના શબને જોયું, તેથી તેમને તે શબને ઓળખ્યું. અરે! આતે વીરમંત્રી દયાળ જણાય છે. તે અહીં આ દશામાં કયાંથી? આચાર્ય મહારાજે સાચવી નીચે ઉતાર્યા અને જંગલની વનસ્પતિ લાવી તેના ઉપચારથી શુદ્ધિમાં લાવ્યા. જ્યારે વીર દયાળ શુદ્ધિમાં આવ્યા ત્યારે આચાર્ય મહારાજશ્રીને નમસ્કાર કરી કહ્યું કે –ગુરૂદેવ રાણાશ્રીની પણ આવી જ દશા કરવામાં આવી છે. તેથી રાણાશ્રીને શોધવામાં આવ્યા, અને તેમને પણ શુદ્ધિમાં આણ્યા. ધન્ય છે? એ માનસૂરિશ્વરજી આચાર્યને!
ગુરૂદેવ ! આપે જ અમને જીવતદાન આપ્યું છે. બંને જણા ગુરૂદેવના ચોંમાં શીર ઝુકાવી બોલ્યા.
વત્સ! સાધુઓને ધર્મ સેવાને છે. એને અમારી ફરજ છે. પણ તમે અહીં કેવી રીતે અને આ દિશામાં કયાંથી? આચાર્ય મહારાજે પૂછયું. જ્યારે મંત્રી દયાળશાહે અથ થી ઇતિ સુધી સર્વ હકીક્ત કહી સંભળાવી. ત્યારે ત્રણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com