________________
મહારાણુ શ્રી રાજસિંહ
બાદશાહની ફેજ સામે ઘણા રાજાએ મહારાણુની સાથે રહી સહાય આપવા લાગ્યા. જેથી ઘણું જ દારૂણ યુદ્ધ થયું. આખરે રાણાશ્રી, કુંવર જયસિંહ, સરદાર ભીમસિંહ અને વીર મંત્રી દયાળદાસ યુદ્ધના ખરા પર રહી મોગલોને ઘાસની માફક વાઢવા માંડયા. તેથી શાહ ગભરાયે, અને પિતાને જીવ બચાવવા ઉપાય શોધવા લાગ્યા, આખરે દેવરીમાં છાવણી નાંખી પડેલો બાદશાહ પોતે પિતાનું થોડું લશ્કર લઈ નાશી છૂટ. શૂરવીર મેવાડીઓની જીત થઈ અને બાદશાહ ઔરંગઝેબનું ભયંકર અપમાન થયું. તેથી લડાઈને સરંજામ. દ્રવ્ય ઘોડા વિગેરે મહારાણાએ લઈ લીધું.
આવી રીતે મહારાણાશ્રીને અનેક વાર સાવધાન રહેવું પડતું હતું. જ્યારે શાહે હિંદુઓ પર જઇઆ વેરે નાંખે, ત્યારે રાણા રાજસિંહે શાહને ઘણે જ વિવેક ભર્યો પત્ર પિતાના સહમંત્રી દયાળદાસ પાસે લખાવી મોકલ્યો હતો. પણ તેની બાદશાહે દાદ આપી નહિ, છેવટે જ્યારે શાહ ઔરંગઝેબના જુલમથી સારા દેશ કંટાળ્યો ત્યારે શાહજાદા અકબરને બાદશાહ બનાવો અને ઔરંગઝેબને પદભ્રષ્ટ કરે. એમ મહારાણાએ ગુપ્ત રીતે માણસ મોકલી અકબરને સમજાવ્યો તેથી અકબર પોતે રાજ્યાશન લેવા તૈયાર થયું. તે વખતે જોષીને બેલાવવા માં આવ્યો. તેણે સુહેત જોઈ આવ્યું. અને તે મુહેત પ્રમાણે બધી તૈયારી થઈ ફક્ત સિંહાસન ઉપર બેસવાનું બાકી રહ્યું હતું. તે વખતે કપટભૂતિ જ્યોતિષીએ બધી વાત ઔરંમઝેબને કરી. જેથી અકબરની કરેલી મહેનત વ્યર્થ ગઈ. તેથી તે પિતાના ત્રાસથી નિશ્ચિત રહી શક્યો નહીં. અને પોતાની અભિલાષા પૂર્ણ થઈ શકી નહીં. આવા અનેક કારણથી થોડા વખત માળવામાં રહ્યો. કારણ કે પિતાના પિતાને દુષ્ટ સ્વભાવ તે સારી રીતે જાણતા હતા. તેથી કઈ જગ્યાએ શાંતિ મળી નહી. છેવટે તે એક ઈગ્લાંડના વહાણુમાં બેસી કાન્સ ચાલે ગયે. આ પ્રમાણે ઓરંગઝેબના જુલમની જેટલી હકીકત લખીએ તેટલી ઓછી જ છે. તેની હકીક્તના પાનાનાં પાનાં ભરાય તેમ છે. અસ્તુ. પિતાના સ્વમાનની કિમત હોવી જોઈએ. વાર દયાળની મેવાડ પ્રત્યે ધગશ તેની પત્નિ પાટમની વીરતા રાજસમુદ્ર બનાવવા માટે રાણીશ્રીને બતાવેલો પ્રજા કલ્યાણને રસ્તો. દુષ્કાળના વખતમાં જૈનાચાર્ય માનસૂરીશ્વર મહારાજના ઉપદેશથી બંધાવેલે દયાળ કિલ્લો અને ભવ્ય જૈન મંદિર જેમાં લગભગ એંસીલાખ રૂપીઆ ખરચાયા છે. આવા વીર પુરૂષનાં માટે કંઈ પણ હકીકત વીર વિનેદ માં રાજસિંહ મહારાણુના પ્રકરણમાં શ્રીયુત ઓઝા તરફથી લખવામાં આવી નથી, તેથી મારા વાંચક વર્ગ માટે આ વસ્તુ લખવાની મારી ફરજ સમજુ છું. જે સમાજે રાજ્ય માટે દેશ માટે અને પ્રજા માટે જ્યારે તનમન અને ધનનો ઉપયોગ કરવામાં જરા પણ કંજુસાઈ કરી નથી. છતાં આજે સાંકડા વિચારવાળા વિદ્વાનો ધર્મની ભાવનામાં પણ બીજા માણસની મહત્તા વધી જાય તે ઠીક લાગતું નથી. તે ભવિષ્યમાં બીજા વિદ્વાનેને આવી ભૂલ નહીં કરે. અને સાચી હકીક્તને વ્યાજબી જ જવાબ દરેક વિદ્વાન લેખક આપશે એજ વિનંતી છે.
૧૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com