________________
વીર કેશરી દયાળશાહ
- ૧૫૩ દયાળના વિચારોને બધા સામંતો અને સરકારે મળતા થયા. એટલે મહારાણાશ્રી પણ મળતા થયા. અને પત્ર લખવાનું કામ મંત્રી દયાળશાહને જ સેંપવામાં આવ્યું. દયાળશાહની ચાણકય બુદ્ધિ અને સમયસૂચકતાથી આખુ મેવાડ તે શું પણ બાદશાહ ઔરંગઝેબ તાજ્જુબ થઈ ગયો હતે. અને તે બબડયા કરતો હતો કે મહારાણા રાજસિંહને સલાહ આપી મારી બધી બાજી ઉંધી વાળતો હોય તો તે આ વાણીઓ જ છે.
દેહરો વણક સાચે જગમાં જાઓ, વહેવાર થકી તો શોભે છે. વણુંક સાચે એ કહેવાતે, જ્યાં વિવેક વિનયે ન્યાય લે છે. ૨૨૪ કર્તવ્યમાં પૂરે પરાયણ, અન્યાય સામે પૂજે છે, દીલ દયામણ સાચુ વણીકનું, ધર્મ શ્રદ્ધા જ્યાં શેભે છે. ર૨૫ શૂરવીરતામાં વણીક બહાદુર, જેના નામ ઈતિહાસે ચમકે છે, વણુક વગર રાજ્ય રાવણનું, પણ એક પળમાં ડુબે છે. ૨૨૯ મેવાડને પણ વણીક મળીયા, ભામાશાહ છવાશાહ સહી, કર્માશાહ પણ અજબ બુદ્ધિવાન, જેની જોડી પણ મળે નહીં. રર૭ રાણા રાજને વણીક મંત્રી, જેનું નામ શેભે શ્રીદયાળ,
નિજ બુદ્ધિથી બાદશાહ પૂજે ધન્ય! દયાળ કહે ભેગીલાલ. ૨૨૮ રાણાશ્રીની આજ્ઞાથી મંત્રી દયાળશાહે બાદશાહ આલમગીર ઉપર પત્ર લખવા માંડશે, જેમાં આગળના બાદશાહની ઉદારતા, અને લાગણી ભરેલી સેવાઓનાં વખાણ અને હાલની વર્તમાન પરિસ્થિતિનું તમામ વૃતાંત જણાવ્યું. અને છેવટના શબ્દમાં એટલું લખ્યું કે હિંદુઓ પર નાંખેલે જજીઆવે પહેલાં રાણા રાજસિંહ પાસેથી વસુલ કરે. આ મર્મભેદથી ભરેલો પત્ર બાદશાહ ઉપર મોકલાવ્યો.
આ પત્ર બાદશાહને મળતાં જ બબડવા લાગ્યો કે કોઈ પણ હિસાબે રાજસિંહને શિક્ષા આપવી જ જોઈએ, મારૂં સર્વ લશ્કર ભલે ઉતારવું પડે તેની હરકત નહી. પણ રાજસિંહને મેગલેને હાથ બતાવો જ જોઈએ. આમ ગુસ્સામાં ને ગુસ્સામાં પત્રના ટુકડા કરી પગ નિચે કચડી બેલ્યો કે જે દશા આ પત્રની થઈ તેજ મેવાડની થશે.
આથી બાદશાહ શાહજાદા અકબરને બંગાળમાં, અમને કાબુલમાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com