________________
વિર કેશરી દયાળશાહ
દિલેરખાં ? આમાં મને જરૂર ભેદ લાગે છે રાજપૂતે એક તસુ પણ જગા વગર મહેનતે જવા દે તેમ નથી, આ સલાહ પણ એ વાણીઆ દયાળની જ હેવી જોઈએ. તે તે કોઈ ગજબ ભેજાને, બુદ્ધિશાળી, શૂરવીર અને સાહસીક મંત્રી છે. તેને પકડ જોઈએ અને તેનો ચહેરો જેવો જ જોઈએ માટે તમે તેને પકડી લાવો શાહે હુકમ કરતાં કહ્યું.
પહાડોમાં રાણા રાજસિંહે જંગલી ભીલેનું સૈન્ય તૈયાર કરી ત્રણ વિભાગમાં ફેરવી નાખ્યું અને એકની સરદારી કુંવર જયસિંહને આપી, બીજાની મંત્રી દયાળને અને ત્રીજા ભાગની સરદારી પિોતે લીધી, આ પ્રમાણે સિન્યનો વિભાગ પાડીને પુરેપુરી તૈયાર કરવામાં આવી હતી.
ઔરંગઝેબે પણ પોતાના સિન્યને ત્રણ ભાગલા પાડી શાહજાદા અકબરને પચાસ હજારનું લશ્કર આપી ઉદયપુર મેક, દિલેરખાંને પૈસુરીના ગીરી પ્રદેશમાં મોકલ્યા અને પોતે દેવારીના ભીલ રાજયમાં રોકાયે.
આમ બંને પક્ષે વચ્ચે ભયંકર યુદ્ધ ફાટી નીકળવાની રાહ જોવા માંડી. મેવાડનું ભાવી અધવચમાં તેલાઈ રહ્યું હતું. મેવાડ ગૌરવવંતુ જ હતું. આ યુદ્ધમાં મેવાડને બીલકુલ સ્વાર્થ ન હતું. પણ આર્યાવના રક્ષણને સવાલ હતે દરેક મેવાડીએ આમ સપાટી રસ્તા ઉપર લડવા તૈયાર હતા નહીં, તેથી યુદ્ધ લંબાયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com