________________
ઔરંગઝેબની નિચ ભાવના, રૂપનગરમાં થએલ અપમાનથી અને પ્રભાવતી મેળવવાની અભિલાષા ધૂળમાં મળી જવાથી ઔરંગઝેબ ઘણે જ ક્રોધે ભરાયો તેથી તેણે એવો નિશ્ચય કર્યો કે કઈ પણ હિસાબે રાણા રાજસિંહને મહાત-તાબે કરો ને તેને પુરેપુરી શિક્ષા કરવી કહેવતમાં કહ્યું છે કે – “માંગતા મેહ વરસે નહિં અને સંતા કૂતરા કરડે નહિ.”
તેમ તેણે હિન્દુઓ, જેગીઓ તથા બાવાઓ વિગેરે તમામ વર્ગો ઉપર જ આ વેરે નાંખે. આ હકીકતથી આ દેશ ચમકી ગયા અને લોકે બોલવા લાગ્યા કે –
“ગઈ છે સાન ને શુદ્ધિ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.”
આ વખતે મહારાણા રાજસિંહ તથા અન્ય સામંતસરદારે ઔરંગઝેબના જુલમની જ ચર્ચા ચલાવી રહ્યા હતા. અને કઈ પણ હિસાબે તેને તેના અત્યાચારને બદલે આપવો જ જોઈએ એ પ્રમાણે નિશ્ચય કર્યો.
વળી ઔરંગઝેબને ગુસ્સે થવાનું બીજું કારણ એ હતું કે મહારાણા રાજસિંહએ મારવાડના બાળ રાજા અજીતસિંહને પિતાના પ્રાણના ભાગે મેવાડમાં બોલાવી આશરો આપે હતું. જેથી શાહ ઘણું જ ઉશ્કેરાયો અને મેવાડને પાયમાલ કરવાનો નિશ્ચય કર્યો તેથી પિતાનું તમામ લશ્કર લઈ મેવાડ ઉપર આક્રમણ કરવાની તૈયારી કરી હતી.
આ સમાચાર મહારાણાના કાને પડતાં જ તરત જ યુદ્ધ કરવાનું ફરમાન કર્યું પણ દયાળે મહારાણાશ્રીને સમજાવ્યા કે “હજુ સમય આવ્યો નથી, આપણી પ્રજા જોઈએ તેટલી તૈયાર નથી માટે થોડા સમય ધીરજ ધરે. અને પહેલાં તેને એક પત્ર લખે, એટલે તે પત્રથી હિન્દુસ્તાનના તમામ રાજાઓ અને જાગીરદારેને આપણું પત્રની સારામાં સારી અસર થશે અને તે લેકે આપણી પક્ષમાં જરૂર આવશે જ. લડાઈના કારણભૂત આપણે બનવું નથી, ફક્ત આપણે તેને બને ત્યાં સુધી હિન્દુ પર નાખેલો જુલમી કર કાઢી નાંખવાની સૂચના કરવી. વળી તેની સાથે યુદ્ધના આમંત્રણની આગાહી કરવી, એટલે તેમાં પણ થોડા વખત પસાર થઈ જશે. અને આપણને બધી તૈયારી કરવાને વખત પણ મળશે.” દયાળ મહારાણાશ્રીને સમજાવતાં કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com