________________
૧૫૦
મેવાડના અણુમેલ જવાહિર યાને આત્મબલિદાન જ્યારે આપણી લક્ષમીને આપણે આવા વખતમાં ઉપગ નહિં કરીએ તો ક્યારે કરીશું ?” તેથી સંઘના આગેવાનોના હદયમાં સારી–ઉંડી અસર થઈ અને પૂજ્ય ગુરૂદેવના વચનામૃતના સચોટ સધથી સોએ પોત પોતાની લકમીને છૂટા હાથથી ઉપયોગ કરવા નિશ્ચય કર્યો જેથી સારામાં સારું ઉઘરાણું થયું. તેથી હજારે કંગાલોના પ્રાણુને બચાવ કરવા નિશ્ચય કર્યો.
રાજ્ય તરફથી પણ દયાળ મંત્રીએ અનાજના કેકાર તથા ઘાસ વિગેરે આપવા શરૂ કર્યા. વળી પ્રજાને દુકાળમાંથી બચાવવા “ જયસમુદ્ર ' નામનું તળાવ બંધાવવાનું નક્કી કર્યું. આવી અનેક પ્રવૃત્તિઓ મંત્રી દયાળશાહે પ્રજાના પ્રાણ બચાવવા રાજ્ય તરફથી ચાલુ કરી.
મહારાણાશ્રી રાજસિંહે પણ રાજ્યનું લેણું તથા વિઘટી ખેડુતો પાસેથી લેવાનું માફ કર્યું, અને પ્રજાને બની શકે એટલી રાહત આપવી શરૂ કરી. ધન્ય છે ! એ રાણાને. ધન્ય છે એ મંત્રીને.
આ વખતે ઉદયપુરની પ્રજા તે શું પણ સારી મેવાડની પ્રજા રાણ તથા દયાળશાહને ધન્યવાદ આપવા લાગ્યા કે મંત્રી હોય તે આવા હજો, રાણા હોય તે આવા જ હજો, રાજ્ય અને પ્રજા બંનેનું હીત સાચવી કામ કર્યું. વળી દુષ્કાળ માટે દયાળશાહના પ્રયાસથી ઘણું શહતના પગલાં લેવાયા હતા. - જ્યારે બધા સંધ વિદાય થયો ત્યારે દયીળશાહ એક જ બેસી રહ્યો અને બધાના ગયા પછી મહારાજશ્રીને પૂછયું કે “મહારાજ? મારે પણ મારી લક્ષમી આ ગરીબો માટે વાપરવી છે તે તેને કાંઈ રસ્તો બતાવી આભારે કરશો”
તારે કેટલા રૂપિઆ ખરચવા છે માનસૂરિ આચાએ પૂછ્યું. મારે ફકત પ૦ થી ૬૦ લાખ રૂપીઆ જ વાપરવા છે દયાળે કહ્યું.
વાંચક વર્ગ ! આ વસ્તુ શું બતાવે છે ! કયાં દયાળશાહની રાજ્યભકિત, કયાં તેની સાહસિકતા, કયાં તેની શૂરવીરતા અને તે બધાને શરમાવી નાંખે તેવી તેની ઉદારતા. ધન્ય છે ? તેની જનેતાને.
મહારાજે દયાળની લાગણી જોઈ એક જૈન મંદિર સારામાં સારી કારીગરીવાળું બંધાવવાની ભાવના જણાવી, જેથી દયાળશાહ તે ભગવાનને જેમ બને તેમ જલ્દી પુરૂં કરવાનું વચન આપી ઘેર ચાલ્યા ગયા.
દયાળે બીજે દિવસે જ સારું મુહંત ઈદેશ દેશમાંથી કારીગરો બોલાવ્યા અને કામ ધમધોકાર ચલાવવા માંડયું. કારણ કે આથી મેવાડના દુષ્કાળીઆઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com