________________
૧૪૮
મેવાડના અણુમેલ જવાહિર યાને આત્મબલિદાન પ્રભાવતીએ રાણું રાજસિંહની સહાયતા માગી હતી. તેથી મંત્રી દયાળે પિતાની ચાણક્ય બુદ્ધિ વડે મહારાણાને કર્તવ્ય પરાયણ થવા સમજાવી. તેને સહાય આપી, અને શાહના લશ્કરથી વિજયપ્રાપ્તિ કરી, પ્રભાવતી સાથે રાષ્ટ્રનાં લગ્ન કર્યા. આવા અનેક વિપત્તિના સંજોગોમાં દયાળશાહે ઘણું જ બુદ્ધિપૂર્વક કર્તવ્ય બજાવી રાજ્યને મજબુત પાયા પર લાવી મૂકયું હતું.
એક વખતના સમયમાં વાણીઆઓની ઘણી જ કદર હતી. અને ખરૂ જણાવે તે રાજ્ય પણ વણીકનું જ હતું, કારણ કે જેનેએ ઘણા ખરા રાજ્યને પ્રાણુની પરવા કર્યા વગર સુંદર સેવાઓ આપી છે અને પિતાનું નામ રોશન કર્યું છે. તેવી રીતે ઉદયપુરના રાજ્યમાં પણ જેનેનું જ રાજ્ય હતું તે વસ્તુ પણ બેટી નથી. કારણ કે દયાળ મંત્રી ઘણું જ સહાસીક, શૂરવીર અને ચાલાક ચાણક્ય બુદ્ધિવાળે હોવાથી રાજ્યની આબાદી ઘણી જ મજબૂત બનાવી હતી. આ બધી પરિસ્થિતિને ખ્યાલ કરતાં દયાળનાં વખતમાં ઉઠયપુર એક મહાન આદર્શ રાજય ગણાતું હતું. તે વખતે બાદશાહ ઔરંગઝેબ પણ દયાળશાહના નામથી ચમકતો હતો. અને એ વાણીઆને કોઈ પણ હિસાબે ખતમ કરવાની પેરવીમાં હતું. પણ જેને “રામ રાખે તેને કેણ ચાખે.”
દયાળના વખતમાં એક એ બનાવ બન્યો હતો કે, બાદશાહ ઔરંગઝેબે હિંદુઓ પર જઇઆ વેર નાંખ્યો હતે. તથા દરેકને બળાત્કાળે મુસલમાન બનાવતા હતા. આ વખતે હિંદુઓની પરિસ્થિતિ ઘણી જ ભયંકર અને દયાજનક હતી. કારણ કે હિંદુઓની પાસે કંઈ પણ બહાદુર રાજા કે નેતા નહતા. ફક્ત એક જ રાજા હતા, તે રાણા રાજસિંહ જ.
આ વખતે દયાળની સલાહ લઈ રાણા રાજસિંહે શાહ ઔરંગઝેબ ઉપર એક પત્ર લખ્યું કે હિંદુઓ પર નાખેલે જ આ વેરે માફ કરે. અગર જે માફ ન કરવો હોય, તે સામને કરવા માટે તૈયાર થાવ. આથી હિંદુઓ ઉપર નાખેલે જજીઆ વેરે મંત્રી દયાળની સલાહથી બંધ થઈ ગયે. અરે ! દયાળ શાહે જ બંધ કરાવ્યું હતું.
જે જે અહિંસક અને ઝીણામાં ઝીણું દયા પાળવા મશગુલ કહેવાય છે, તે જ જૈન દેશને ખાતર, ધર્મને ખાતર, પિતાના માલીકની ખાતર, ઢાલ તથા તલવાર લઈ યુદ્ધ કરવામાં પાછી પાની કરતો નથી. તેવા જેન આ વખતમાં પણ એક દયાળશાહ જ હતો.
દયાળશાહના શરીરનો બાંધે એ મજબૂત હતો કે, જાણે ગેંડાની ઢાલ તેના શરીરના બધા ભાગ લેખંડી હતા. જ્યારે પિતે લડાઈના મચદાનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com