________________
પ્રકરણ ૧૪ મું
વીર કેશરી દયાળશા જેમાં જે શૂરવીરતા, સાહસીક્તા અને વહેવાર કુશળતા હોય છે તે બીજામાં ઘણું જ ઓછી હોય છે. જેને તે એવી બહાદુરી બતાવેલી છે કે જેના નામે આજે ઈતિહાસના પાના પર સૂવર્ણાક્ષરે શોભી રહ્યા છે, જે જૈનો પરાયા દુઃખમાં દુઃખી થઈ પોતાની ફરજ બજાવવા જરા પણ પાછી પાની કરતા ન હતા. તેમાંના વીર દયાળશાહ પણ એક હતા. તેઓએ દેશની, રાજ્યની, અને ધર્મની મુશ્કેલીના વખતમાં જે સેવાઓ બજાવી છે તે પ્રસંશાને પાત્ર છે. વાંચકાર્ગ આગળ દયાળશાહની કેટલીક જાણવા જેવી હકીકત નીચે લખું છું જેથી વાંચકવર્ગને જાણવાનું અને સમજવાનું મળશે.
મારવાડ દેશના નાના ગામડામાં “રાજાજી કરીને એક ગૃહસ્થ રહેતા હતા તેઓને “રાયણ નામની પત્નિ હતી અને દયાળ નામને એક પુત્ર હતે. તેમના કુટુંબની સમાપ્તિ આટલેથી થાય છે. રાજાજી ઘણું વ્યવહાર કુશળ અને પ્રતિષ્ઠિત પુરૂષ હતા, વળી તેઓ પિસે ટકે પણ સુખી હતા, નિરાભિમાની હતા, અનેક સદ્ગણે તેઓશ્રીના જીવનમાં શોભતા હતા, તેમજ તેમના ધર્મપત્નિ રયણુદે પણ સુશીલ, શાણું અને કર્તવ્યપરાયણ હતા. રાજાજીએ સાધારણ વહેપાર કરી લાખે ની દેલત એકઠી કરી હતી તેમજ ઈજજત, આબરૂ અને વહેવાર એટલે બધો સાર હતો કે દરેક ગામના, જ્ઞાતના રાજ્યના અને પંચના દરેક કાર્યમાં તેઓની સલાહ લેવાતી હતી.
વીર દયાળશાહને સ્વભાવ ક્ષત્રિયને શોભે તેવું હતું, કારણ કે તેનો આશય વહેપારને હતું જ નહીં. પણ યુદ્ધમાં લડવું, સાહસીકતા બતાવવી, નિર્માલ્ય જીવન ન જીવવું–જોડેસ્વાર થવું, તલવાર, ભાલા, તીર કામઠા વિગેરેની રમત કરવી, અને એક શૂરવીર ચોદ્ધાને શેલે તેવી રીતે વર્તવું એજ પ્રિય હતું. તેનું શરીર-શક્તિ અગાધ હતા. તેનામાં નામ તેવાજ ગુણ હતા, તેનું નામ દયાળ હતું તે જ તે દયાને સાગર હતો, પારકાના દુઃખે દુઃખી થઈ તે કામ કરી છૂટતે હતે.
એક દિવસ તેના પિતાએ વિચાર કર્યો કે દયાળ હવે મોટે થયો છે હેપારમાં મુકી મારા માથેથી ઉપાધી ઓછી કરૂં જેથી મને શાતિ થાય આમ વિચાર કરી દયાળને કહ્યું કે “ ભાઈ રખડવાનું મુકી દઈ હવે વહેપારમાં જોડાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com