________________
૧૩૫
વીર કેશરી દયાળશા
દેહરો દુનિયા તણો વહેવારમાં, રહેવું ઘણું મુશ્કેલ છે, વીતે ઘણું વહેવારમાં, નહીં જેવા તેવા ખેલ છે આશ પરાઈ રાખીને, જીવવું જગત ધિકાર છે,
આપ પગ પર ઝૂઝવું, ક્યાં સહાય શ્રી કીરતાર છે. ૨૧૮ વિચારમાં ને વિચારમાં વીર દયાળ ઘોર જંગલમાં ચાલ્યો જાય છે. રસ્તામાં ઘણું ગામડાં આવે છે પણ કઈ પાસે હાથ ધરતે નથી. ગમે તેવી મહેનત મજુરી કરી પિતાને નિર્વાહ કરતો હતો અને મેવાડ તરફ ચાલ્યો જતો હતો. કારણ કે આ વખતે મેવાડના સિંહાસન પર મહારાણા શ્રી રાજસિંહ રાજ્ય કરતા હતા. તેઓ વીર અને બહાદુર હતા અને શાહ ઔરંગઝેબ સામે ટક્કર ઝલનાર હોય તે તે એકજ રાણા રાજસિંહ હતા. તેની પ્રસંશા વીર દયાળે ગામેગામ સાંભળી હતી તેથી તેણે રાણા રાજસિંહની સેવા કરવાનું વિચાર કર્યો અને મેવાડ તરફ પ્રયાણ કર્યું. લાખોપતિને દીકરે આજે એક ભિખારીની સ્થિતિમાં ભાગ્યની કસોટી કરવા નીકળે !
આ પ્રમાણે ગામડે ગામડે ભટકતા ભટક્ત અને રખડતે રખડતો તે મેવાડના પાટનગર ઉદયપુરમાં આવી પહોંચે. પણ ત્યાં નહેતું કેઈ સંબંધી કે નહતું કેઈ પિછાણવાળું તેથી તે ગામ બહાર મંદીરમાં ઉતર્યો. મંદીરના પૂજારીએ આ અજાણ્યા માણસને પૂછયું કે
ભાઈ આપ કોણ છે ? આપનું શું નામ છે? અને આપ શું કામ માટે આવ્યા છો ? વળી આપને કયાં જવું છે તે જણાવશે. ” પૂજારીએ પૂછયું.
ભાઈ મારું નામ દયાળ છે, હું અત્રે નોકરી માટે આવ્યો છું, માટે જે કેઈ નોકરી હોય તો મને બતાવજે ! દયાળ કહ્યું.
તમને બીજો કોઈ દેશ ન જડે કે મેવાડ મો? પૂજારીએ વ્યંગ ભાષામાં કહ્યું.
ભાઈ, જેવી ભાવીની મરજી, જે કોઈ નોકરી શોધી આપશે તે માટે ઉપકાર માનીશ. દયાળે કહ્યું.
દયાળને આશાન્ત સ્વભાવ જોઈ પૂજારીને ઘણે સંતોષ થયો તેથી દયાળને આશ્વાસન આપી મંદિરમાં બેસવા કહ્યું, તમારા માટે નોકરીની તપાસ કરી આવું છું એમ કહીં પૂજારી મદીરના કામમાં રોકાયે.
ઉદયપુરના ગઢના કિલકા, રાજ્ય મહાલો, તેની સુંદરતા કારીગરી અને બાંધણું વગેરે જોઈ દયાળ પોતાના આત્માને આનંદ આપી રહ્યો હતો અને કુદરત શું કરે છે તેની વાટ જોયા કરતો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com