________________
વીર દેશની યાળશાહે
૧૩૭
આવતા હતા. પુરેાહીતની ગેરહાજરીમાં દયાળ દરેકનું સ્વાગત ઘણી જ સારી રીતે કરતા હતા. તેથી પાતે પેાતાની લાયકાતની છાપ ઘણી સુદર પાડી હતી.
એક વખતે પુરાહીતની ગેરહાજરીમાં શેઠ સેાહનલાલ પધારતાં યાળે તેમનું ભાવભીનું સ્વાગત કરી આવકાર આપ્યું. આથી સાહનલાલ વિચારમાં પહેયા કે આ પુરૂષ સાધારણ નથી પણું જરૂર કોઈ ઉંચકુંટુંબના હાવા જોઈએ, મામ વિચાર કરી દયાળને પૂછ્યુ` કે, ભાઈ તમને શું પગાર મળે છે?
ખાવા-પીવા માટે જ કામકાજ કરૂ છુ દયાળે જવાબ આપ્યા.
શું તમારા જેવા માણસને આવું કામ પસંદ પડે છે ? સાહનલાલે પૂછ્યું. સમયને માન આપવું જ જોઈએ ને? દયાળે જવાબ આપ્ચા. તમારા મૂળ દેશ કર્યો ? સાહનલાલે પૂછ્યું.
મારા મૂળ દેશ મારવાડ, અને હું મારા પિતાશ્રીને એકના એકજ પુત્ર છું. મારા પિતાની પાસે લાખાની ઢાલત છે. પશુ મારા અને પિતાના આદર્શોં ઘણા જૂદા જ છે. તેઓ મને વેપારી ધંધામાં નાંખવા માગતા હતા. મેં ના પાડી, તેથી તેમણે ગૃહત્યાગ કરવાની આજ્ઞા કરી. જેથી તેમની આજ્ઞા શિરામાન્ય રાખી તુરત જ ચાલી નીકળ્યો. દયાળે જવાખ આપ્યા.
શું તમને તમારા પિતાશ્રીની જરા પણ લાગણી ન થઈ અને આટલા અધા વૈભવ ત્યાગ કરી ચાલી નીકળ્યા? સેહનલાલે પૂછ્યું.
હું આદર્શ કરતાં કરોડાની દોલતને તુચ્છ ગણું છું. પ્રભુ મહાવીરે પણુ પેાતાના આદેશ આગળ રાજ્યવૈભવના શું ત્યાગ નહોતા કર્યા ? દયાળે તેમના સવાલના જવાબ આપ્યા.
શું તમે પ્રભુ મહાવીરના ઉપાસક જૈન છે ? સાહનલાલે પૂછ્યું. જી હા દયાળે કહ્યું.
દયાળ, હું જે મારા મનમાં ધારતા હતા તેજ આખરે સાચુ' પડયું. આપ જેવાને આવી હલકી નાકરી કરી જીવન નષ્ટ કરવું તે મને વ્યાજબી લાગતુ નથી. તમે મારા ઘેર આવશે। ? સેાહનલાલ મેલ્યા.
મારા શેઠે ( પુરાહીત ) ની રજા વગર મારાથી આવી શકાય નહી. દયાળે કહ્યું. ઠીક, તે હું સમજી લઈશ. ઉઠતાં ઉઠતાં સેાહનલાલ મેલ્યા. અને ઘર તરફ તે ચાલ્યા.
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com