________________
વીર કેશરી દયાળશાહ
=
=
છો ભાગ્યદશા બદલાય, બધું બદલાઈ જતું, થાય રંકને રાય જ્યારે ભાવી બદલાતું, છાપ વણકની જાત, ખરેખર ખુબજ પાડી, બુદ્ધિ બળની સાથ, કરી સૌ વાત ઉઘાડી, દુધ મહીં તો ઝેર છે, ચેતાવે એ રાણાને,
દયાળ કહે કરજે ખાત્રી, કહે તે સત્ય એ રાણાને ૨૨૧ સૂર્ય જમીનને નમસ્કાર કરતે ડુબવા લાગ્ય, ચંદ્રમાના દર્શન થવા લાગ્યા, અને સંધ્યા ઉગી તે સમયે દરબાર ભરાયે, આખા શહેરમાં આનંદનો ઓચ્છવ ચાલી રહ્યો, રાણાશ્રીએ દયાળને ખાસ પાલખી મોકલી બોલાવ્યા, દયાળશાહના આવ્યા પછી રાણાશ્રી પણ પોતાના આસન પર બીરાજમાન થયા, અને દયાળશાહે કરેલા ઉપકારની વાત વિગતવાર કરી આજે મેવાડ “દયાળશાહ નું આણી છે. તેથી તેમની ચતીિત સેવાના બદલામાં દયાળશાહને મંત્રીપદે નીમું છું આશા છે કે બધા મારી વાતને વધાવી લેશે. રાણાશ્રોએ જણાવ્યું.
આથી બધા સરદાર અને સમાજને એ એક અવાજે મહારાણાના વચતેને શીરેમાન્ય ગણી વધાવી લીધા. જ્યારે મહારાણાએ દયાળશાહને મંત્રીપદને પિષક અને શમશેર આપી તેઓને મંત્રીપદના હોદ્દા ઉપર કાયમ કર્યા ત્યારે મેં તો મારી ફરજ માત્ર બજાવી છે નમન્ કરી તેને સ્વીકાર કરતાં દયાળ બોલ્યો. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com