________________
મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન પરાજીત દુધને કટરે લઈ આવી. રાણાશ્રીએ દુધ હાથમાં લીધું અને દાસી સામું જોવા માંડયું. રાણાશ્રીને દયાળના શબ્દો યાદ આવ્યાં તેથી દાસીને તે દુધ પીવા હુકમ કર્યો એટલે વાસી ધ્રુજવા લાગી કે જરૂર બધું કાવત્રુ પકડાઈ ગયું છે એમ જાણે બધી સાચી વાત કહેવા લાગી.
• રાજ્ય પૂરોહીત અને કુમાર ભીમસિંહની માતાનું આ કાવત્રુ છે હું તો પિસાના લેભે આ કામ કરતી હતી, આપે જયસિંહને ગાદી આપવા વિચાર કર્યો તેથી આપશ્રી ને મારી નાંખી ભીમસિંહને ગાદી આપવી એમ વિચાર કરી આપશ્રીને દુધ દ્વારાજ ઝેર આપી મરણને શરણ કરવા મને એકલી હતી. દાસી પરાજીતે બીતાં બીતાં બધી વાત કહી દીધી.
આથી રાણું ઘણા ગુસ્સે થયા અને સેનાપતિને બોલાવી પૂહિત તથા રાણીને પકડી મંગાવ્યા, વળી ઘરમાં જતી કરતાં પેલી ચીઠ્ઠી સાથમાં આવી જેથી બધી વાત સમજવામાં આવી ગઈ તેથી તે તેમના ગુસ્સાને પાર ન રહ્યો.
મહારાણીને જન્મ કેદની સજા કરી અને પૂરેહતને દેશવટે આપી મેવાડમાંથી કૂતરાની માફક હાંકી કાઢ. “ રાજ્યના લોભમાં માણસ પોતે પિતાનું કર્તવ્ય પણ ભૂલી જઈ પિશાચીક ભાવના પિષવા માટે અનેક જાતના પાપના ભાગીદાર બની આખરે બેહાલ સ્થિતિ ભગવે છે. ” દયાળના શબ્દ સાચા પડયા, “ દુશ્મન શત્રુ નહીં પણ મિત્ર છે ” રાણાશ્રી બાલ્યા.
બીજે દિવસે સવારના સેહનલાલ શેઠ તથા દયાળને બોલાવવા રાજ્યના માણસો આવ્યા તેથી તેઓ રાજમહેલમાં આવી રાણુશ્રીને નમસ્કાર કરી આસન પર બેઠા કે તરતજ મહારાણાશ્રીએ દયાળના કરેલા ઉપકારની વાત કરી અને કહ્યું કે “ આજનું જીવીદાન મળ્યું હોય તે તે દયાળને પ્રતાપ છે.
અન્નદાતા ? આપતો હિન્દુના રક્ષક છે ? તેચ્છને શત્રુ છો ? અને મેવાડના શીરતાજ છે ? આપની સેવા બજાવવી તે તે મારી ફરજ સમજું છું દયાળે ટુંકામાં જ પતાવ્યું.
ઠીક સોહનલાલ ! દયાળ મંત્રીપદને લાયક છે. તેની સેવાને બદલે હું કદિ વાળી શકું તેમ નથી, છતાં મેવાડના મંત્રી તરીકે આજ સાંજેજ દરબાર ભરી નીમણુંક નકકી કરીશ, માટે આપ બંને જણે વહેલાં આવશે. વળી શાહ ઔરંગઝેબ જેવાની સાથે જ્યારે યુદ્ધમાં ઉતરવું પડશે ત્યારે દયાળ જેવા મહામંત્રીની બુદ્ધિ અને ચપળતા ઘણો જ ઉપયોગી થઈ પડશે. દયાળ દરેક બાબતમાં યોગ્ય જ છે, વીરના પૂજારી તથા સ્વદેશ ભકિતવાળો છે, માટે તે દરેક રીતે મંત્રી પદને લાયજ છે. રાણાશ્રીએ કહ્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com