________________
વીર કેશરી દયાળશાહ
દયાળ અંદર આવી રાણાને નમસ્કાર કરી આસન પર બેઠે.
યુવક કેમ આવ્યો છું? અહિં આવવાનું શું પ્રયોજન છે? કઈ જાતના દુઃખથી આવ્યું છે કે મહેચ્છના ત્રાસથી તારો બચાવ કરવા આવ્યો છે ? શા દુઃખે આવ્યા છે ! રાણાશ્રીએ પૂછયું.
નામદાર ! આપશ્રીના રાજ્યમાં મને કોઈ જાતનું દુઃખ નથી. તેમ કેઈ ને ત્રાસ નથી. પણ હું ફક્ત આપશ્રીને એક વિનંતિ કરવા આવ્યો છું.
દયાળ બોલ્ય.
યુવાન ! તારે જે કહેવું હોય તે ઘણી ખુશીથી કહે રાણાશ્રીએ કહ્યું.
નામદાર ! આપ આવતી કાલથી સવારે દુધ પીવાનું બંધ રાખશે તો મેવાડ પર મટે ઉપકાર થશે, કારણ કે જેમ ભામાશાહ રાણા પ્રતાપની સેવા બજાવી કૃતાર્થ થયે, તેમ હું પણ મારવાડથી આપ નામદારશ્રીની સેવા કરવાના ઈરાદાથી જ મેવાડમાં આવ્યો છું. અને આપશ્રીની સેવા કરવાનો સુગ મને વહેલે મળી ગયો તે જ મારૂં પ્રારબ્ધ સમજું છું દયાળે નમ્રપણે વિનંતી કરી.
યુવક! તું સાચું બોલે છે તેની શી ખાત્રી! કારણકે મારો કેઈ દુશમન નથી તેમજ કઈ દુશ્મનની અહીં આવવાની તાકાત નથી માટે જે બોલે તે સંભાળીને બોલજે, નહીં તે જાણજે કે રાણા રાજસિંહના સામે કપટ નહીં ચાલે અરે ! તે હાલમાં અહીં કયાં કહે છે ! રાણાશ્રી ગુસ્સામાં બેલ્યા,
નામદારશ્રી ! બીક એ શબ્દ તે મારા અંતરમાં નથી, મોતની પરવા સાચા જૈન ને હોય જ નહિ, કારણ કે જેનો કર્મવાદી છે. વળી આપશ્રીના દુશ્મન શત્રુ નહીં પણ આપનાજ રાજ્ય મહેલના મિત્ર છે, તે સમય આવે જણાશે. એટલું ધ્યાન રાખજો કે સવારે દાસી પરાજીત દુધ આપવા આવે તે દુધમાં ઝેર નાખેલું હશે ! માટે તે દુધ પીશો નહીં. જે આ વાત ખોટી પડે તે આપશ્રી ને મારૂં શીર ઉતારી આપીશ. નામદાર ! મારે મુકામ સોહનલાલ શેઠને ત્યાંજ છે. શૂરવીરને શોભે તેમ નિડર અને મક્કમતાથી દયાળે જવાબ આપ્યો.
યુવકતારું નામ શું ? રાણાશ્રીએ રજા આપતાં પૂછ્યું. નામદાર ! મારું નામ દયાળ છે? દયાળે ચાલતાં ચાલતાં જણાવ્યું.
મહારાણું રાજસિંહ સવાર ક્યારે પડે અને સત્ય વસ્તુ પોતાના જાણવામાં કયારે આવે તેના વિચારના ઝેલે ચઢયાં, સવાર થયું, સ્નાનપૂજા કરી એટલે દાસી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com