________________
૧૪૦
મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિહાન
અને તેઓ મારા ઉપર જુલમ ગુજારવા લાગ્યા, કે આપ તુરત આવી પહોંચ્યા. અને મને બચાવી, જે આપ ન આવ્યા હતા તે આજે કઈ દશા હેત તે તે પ્રભુ જાણે. મોતની સાથે જંગ ખેલનાર ઘણું જ વીરલા હોય છે. અને આપે અબળાની રક્ષા કરી જે બહાદુરી બતાવી તેને માટે આપશ્રીને ધન્યવાદ ઘટે છે.? યુવાન બાળા બેલી.
ઓહ આ શું? દયાળના શરીરમાંથી લોહી નીકળતાં બાળા બોલી ઉઠી અને તરત પિતાની સાઠ વતી સાફ કરવા લાગી. આથી દયાળના છગરમાં તેના સ્પર્શ માત્રથી સનસનાટી થઈ અને તે તેના અમી ભર્યા નેત્રોમાં અંજાયે, તેનું સુંદર મૂખાવી જેઈ પિતાના આત્માને શાંતિ અનુભવવા લાગે. બંને વ્યક્તિઓને આ પહેલ વહેલે જ પ્રસંગ હતું. તેમાં યુવાન બાળા અને યુવાન વીર પછી શું બાકી રહે?
બંને વ્યક્તિઓ નિર્દોષ વાત કરતાં કરતાં, એક બીજાના સામ સામુ જોઈ પિતાના આત્માને આનંદ આપતાં આપતાં ચાલ્યાં જાય છે.
બાળા આપનું નામ શુ? દયાળે પૂછ્યું. આપનું શું નામ છે તે પહેલાં જણાવે બાળાએ કહ્યું, મારું નામ દયાળદાસ યુવાન બેલ્યો.
શું તમારું નામ જાણે દયાના દેવ જેવા લાગે છે? પણ મારું નામ એટલું બધું સુંદર નથી. બાળા બોલી.
તે કાંઈ હરક્ત નહીં પણ નામ તે જણાવશોને? યુવાને કહ્યું. હા, તે સાંભળે. મારૂ નામ પાટમદે. આળાએ કહ્યું. કેટલું ગૌરવવતું નામ? યુવાને જણાવ્યું. તેથી બાળાના ગાલ ઉપર શરમના શેરડા પડયા હોય તેમ લાગ્યું.
આ પ્રમાણે વાત કરતાં હતાં. ત્યાં કોઈ ચીજ પર ધ્યાન પડતાં આ શું પડયું છે ? દયાળ એકદમ બોલી ઉઠયો.
તમારી કટારીમાંથી નીકળી જતાં મેં જોયું હતું. તે તે નહીં હોય ? અને તે તેજ લાગે છે. પાટમ ગાલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com