________________
મહારાણા શ્રી રાજસિંહ
૧૩૧
મહારાણા રાજસિંહ જે થોડા વખત વધારે જીવ્યા હોત તો મેવાડની શભામાં ઘણું જ વૃદ્ધિ કરત, મહારાણાએ પિતાની કારકીદમાં દક્ષિણ દિશા તરફ એક નગર વસાવ્યું છે અને તેનું નામ રાજનગર પાડયું છે. પોતે ન કિલે મજબુત કરાવ્યું છે. વળી પૂર્વોક્ત વંદના ઉપલા ભાગમાં શ્રી કૃષ્ણજીનું મંદિર બનાવ્યું છે. તેની કારીગરી અજોડ છે, અને તે મંદિરના મધ્ય ભાગમાં એક શિલાલેખ છે. જેમાં સ્પષ્ટ અક્ષરે તેમાં પ્રતિષ્ઠા કરનારનું નામ લખવામાં આવ્યું છે. મંદિર બાંધવામાં અને તેની પ્રતિષ્ઠા કરવામાં મહારાણુએ ૯૮ લાખ રૂપીઆ ખર્ચા હતા. તેમના સામંતો અને સરદારેએ આ કાર્યમાં જ ઘણું મદદ આપી હતી.
જ્યારે મેવાડમાં ચારે તરફ દુકાળ પડયો અને લેકે અન્ન, પાણી માટે ટળવળતા હતા ત્યારે અસંખ્ય પ્રજાને સહાયતા આપવા જૈન મંત્રી દયાળશાહની સલાહથી રાજસુક બંધાવવાનું કામ શરૂ કર્યું હતું. પ્રજાને દુષ્કાળના દુઃખથી મુક્ત કરવા નકકી કર્યું. ધન્ય છે ? મહારાણાશ્રીની ઉદારતાને? પ્રજા તરફની પ્રેમ ધગશને !
મહારાષ્ટ્ર રાજસિંહ સિંહાસન ઉપર બેઠા અને સાત વર્ષ પછી અથવા સંવત ૧૭૧૭માં મેવાડ ઉપર દુષ્કાળનું આક્રમણ થયું હતું. આવું આક્રમણ અગાઉ કદિ પણ થયેલું નહીં. જ્યારે અનાજની મોઘવારી ઘણી જ હતી. ત્યારે રાણશીએ અનાજના કેકારે પ્રજા માટે ખુલ્લા મુકયા હતા. અને રાજસમુદ્રનું કામ ચાલુ કરો, પ્રજાને બચાવી લીધી હતી. આ પ્રમાણે સરોવરનું કાર્ય સાત વર્ષ પુરૂ થયું હતું. આ સરોવરતો શરૂઆત સં. ૧૭૧૭ ના પોષ સુદ ૮ના જિ કરવામાં આવી હતી. આ ભયંકર દુષ્કાળની હકીકત આપણે વર દયાળના પ્રકરણમાં વાંચીશું, ત્યારે તેને ખ્યાલ આવશે. મહારાણાએ પ્રજાને અથાગ પ્રેમ અને ચાહના મેળવી હતી.
હિન્દુઓના પર, જુલમ તે અધિક કરતે, જુલ્મી ઔરંગઝેમ, દયા નહીં દીલમાં ધરતે, કરી પિતાને કેદ્ર, બંધુની કલજ કરતા, લીધું ત્યાં તે રાજ્ય, મૂગટ શીર પર ધરતે, હિન્દુઓને વટલાવવા, બાકી જેણે રાખી નથી, કહે લાગી એના જે, કોઈ પાપી પાક નથી. ૨૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com