________________
મહારાણા શ્રી રાજસિંહ
૧૨૭ આ માથું જોઈ ચૂડાવને આનંદ થયો અને તેના ચેટલાને ગાંઠ બાંધી પિતાના ગળામાં હારની માફક પહેરી લીધું. જાણે શીવની રૂદ્રમાળા ધારણ કરી ન હેય ધન્ય છે, હાડી રાણીને !
વાંચકવર્ગ ! જરા ખ્યાલ કરશે કે હિન્દુસ્તાનની રમણીઓએ પિતાનું શિયળ-સ્વમાન પ્રાણના ભેગે સાચવી ઇતિહાસને શોભાવ્યો છે. ધન્ય છે ! એ વિરાંગનાને !
ચૂડાવત પચીસ હજાર સ્વારની સાથે બાદશાહ ઔરંગઝેબને રસ્તો રોકી હાથીની માફક દ્રઢ ઉ રહ્યો, કેઈની તાકાત ન હતી કે તેની સામે કેઈ જઈ પણ શકે. જ્યારે ચૂડાવત્ લડતા લડતા બાદશાહના હાથી સુધી પહોંચે ત્યારે બાદશાહ ગભરાયો. ચૂડાવત્ તરત બાદશાહની છાતી તરફ ભાલે રાખી બોલ્યો
પ્રતિજ્ઞા લે, કોઈ ક્ષત્રિયની બેન–બેટી પર કુદ્રષ્ટી કરવી નહિ, અને દસ વર્ષ સુધી ઉદયપુર ઉપર આક્રમણ કરવું નહિ. જેથી બાદશાહે કુરાનના સેગન ખાઈ ચૂડાવતના વચને સ્વીકાર્યું. આ વખતે ચૂડાવતને એટલા બધા ઘા વાગ્યા હતા કે તે અશ્વ ઉપર સાવધાન રહી શક્યા નહોતા, જેથી તેઓ પ્રસન્ન વદને વળે સીધાવ્યા. આ દિવસ ચિત્ર સુદ ૧૫ ને હતો.
ચૂડાવત્ પિતાનું કાર્ય પુરૂં કરી રહ્યા કે તરતજ મરણને શરણ થયા. તેમજ રાજપૂતે પણ પચીસ હજારમાંથી ફક્ત પાંચ હજારજ બચવા પામ્યા હતા. આ વખતે રાજસ્થાનમાં બીજા અવનવા બનાવો ઘણા બની ગયા હતા, પણ અતિહાસિક પૂરાવાઓ બરાબર ન મળી શક્યાથી અત્રે લખવામાં આવેલ નથી.
આ બધી ઘટનાઓમાં હિન્દુઓના ફક્ત બેજ હિન્દુ રાજા બાદશાહના પગારદાર હતા. જોધપુર અને જેપુરના રાજા જયસિંહ તથા મારવાડના રાજા જશવંતસિંહ હતા આખરે આ બંને રાજાઓને ગુપ્ત રીતે ઝેર આપીને પાપી ઔરંગઝેબે મારી નંખાવ્યા હતા. આ બંને રાજાઓને પોતાના પાપનું પ્રાયશ્ચિત મળ્યું. પોતાના જાતિ ભાઈઓ સાથે દ્રોહ કર્યો, તેનું પરિણામ પણ તેવુંજ આવ્યું, તેનુ અકાળે મૃત્યુ થયું અને ઈતિહાસમાં તેમના માટે કંલકીત જંદગી લખાણી.
આખરે પાપી ઔરંગઝેબ આટલેથી જ સંતુષ્ટ પામે નહિ અને મારવાડના જશવંતસિંહના પુત્ર અછતને મારી નાંખવાની પેરવી કરવા માંડયે, આ સમાચાર મળતાં રાજ્યમાતાને મહાન ચિંતા થવા લાગી અને કોઈ પણ હિસાબે કુમાર અછતને બચાવવો જ જોઈએ. તેથી તેને મહારાણા રાજસિંહને આશરે લેવા નકકી કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com