________________
મહારાણા શ્રી રાજસિંહ
૧૨૫
તૈયાર થયા. અસ્ત્ર શસ્ત્રોના ઝણકારથી મેવાડભૂમિમાં આજે ચેતન જણાવા લાગ્યું પ્રભાવતીનું રક્ષણ કરવું એ આપણે ધર્મ છે, એમ સમજી રાણાશ્રીની સાથે સૈનિકે એ કુચ કરવા માંડી.
જ્યારે રૂપનગર ૪પ આવી પહોંચ્યા. ત્યારે મહારાણું રાજર્સિહ આ વિસ્તૃત પ્રદેશને ઓળંગી પ્રચંડ પરાક્રમ સહિત ઔરંગઝેબની સેનાપર તુટી પડયા. આ દારૂણ યુદ્ધ ઘણે લાંબા વખત સુધી ચાલ્યું. મહારાણાનું પ્રચંડ શુરાતન મોગલો સહન ન કરી શક્યા. જેથી શાહ ઔરંગઝેબને સંપૂર્ણ પરાજય થયે. અને તેમના કેટલાક સૈનીકેએ પિતાના પ્રાણનાં બલિદાન આપ્યાં. અને કેટલાક પોતાના પ્રાણ બચાવવા નાસી છુટયા હતા. આ પ્રમાણે બે હજાર મેગલ સેનાને પરાજય થયો હતો.
મહારાણુના આ પરાક્રમથી પણું જેવી ગુણીયલ, સુશીલ, રત્નસમી પ્રભાવતીની પ્રાપ્તી થઈ. આ વખતે પિતે મોગલોની સાથે યુદ્ધમાં વિજય પામ્યા તેથી અનેક હિંદુ રાજાઓ રાણાશ્રીની પ્રસંશા કરવા લાગ્યા. અને કહેવા લાગ્યા કે મહારાણાશ્રી પ્રતાપના વંશજ રાણા રાજસિંહ જરૂર મેવાડને ઉદ્ધાર કરશે, અને બાપ્પા રાવલની ઉજજવલ કીર્તિને ધવજ ફરકાવશે. રાણાને વિજય થયે. તેથી પ્રભાવતી સાથે તેમનું લગ્ન કરવામાં આવ્યું અને પિતે પ્રભાવતીને લઈ પાછા ઉદયપુર આવ્યા.
મહારાણા રાજસિંહના ચરિત્રમાં એક ચૂડાવત સરદારની હાડીરાણીની હકીકત ઘણીજ વિચારવા અને જાણવા જેવી હોવાથી વાંચકવર્ગ માટે અત્રે અહી લખવામાં આવે છે. જ્યારે ચૂડાવત પરણીને આવ્યા પછી હજી હાથેથી મીંઢળ પણ છુટયા નથી. ત્યારે ચૂડાવતની ઉંમર વર્ષ ૧૭-૧૮ ની હતી. અને હાડીરાણીની ઉંમર પણ ૧૭-૧૮ વર્ષની જ હતી. એ દંપતીની જોડી જાણે રામ સીતા સમી શેભતી હતી. તેવા વખતમાં જ પ્રભાવતીનું રક્ષણ કરવા સારૂ રાણા રાજસિંહ તૈયાર થયા હતા અને બાદશાહના લશ્કરને રોકવા સારૂ ચૂડાવતને જવાનું હતું. અને આ ઘેર સંગ્રામમાં તેમની નિમણુંક એક શૂરવીર યોદ્ધાને શોભે તેવી હતી. આથી તે સરદાર હાડી રાણીની આજ્ઞા લેવા ગયે.
દેવી! આવતી કાલ બાદશાહની સામે મારે યુદ્ધમાં જવાનું છે. પીઠ ન બતાવી પાછા આવવાની મારી ઇચ્છા છે. માટે કદાચ મારૂ મૃત્યુ થાય તે તમે તમારે ધર્મ ચુકશે નહિં. એવું ચડાવત સરદાર બેલ્યા.
નાથ ! જ્યારે તમે વિજય પ્રાપ્ત કરીને આવશે ત્યારે તમને મારા બાહ પાસમાં જકડી વિજયમાળા પહેરાવીશ. કદાચ સંગ્રામમાં સ્વર્ગવાસ થશે તે
૪૫. આ નગર અરવલ્લીની શૈલમાળાની તળેટીમાં આવેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com