________________
૧૨૬
મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન
તમારી પાછળ ઘણુજ આનંદથી સતી થઈશ. નાથ! ક્ષત્રિયાણની રક્ષા કરવી તે તે ક્ષત્રિયને સાચો ધર્મ છે, માટે તેમાં જરાપણ વિલંબ ન કરે. હાડીરાણીએ સરદારને કહ્યું.
- તમારા લગ્ન હજુ હમણાંજ થયાં છે. હજી લગ્નનાં મીંઢળ પણ છૂટયાં નથી તેથી તમારા વિચારમાં હું વ્યાકુળ અને પરવશ બન્યો છું. તેથી જ કહું છું કે તમે તમારો ધર્મ ચૂકશે નહિં. વળી જ્યારથી તમારૂ મુખાવો જેયુ છે ત્યારથી મારૂ મન તમારા માટે વિહવળ બન્યું છે, ચુડાવતે કહ્યું.
નાથ! આપ આવું શું લે છો? સતિ કઈ દિવસ પ્રાણની પરવા પણ કરતી નથી. કદાચ સમુદ્ર મર્યાદા મુકે ! સૂર્ય પશ્ચિમમાં ઉગે! પણ સતિ તો પિતાના કર્તવ્યમાં જરા પણ આંચ ઉણપ આવવા દેતી નથી ! નાથ! આપ ખુશીથી પધારે! વિજય પ્રાપ્ત કરી વહેલા પાછા આવે અને આપની આ દાસીને રપાપના ચણેની સેવા કરવા ભાગ્યશાળી બનાવો! હાડી રાણી બેલી.
તમે તમારો ધર્મ ચુકશે નહિં, રણસંગ્રામની સર્વ સામગ્રી લઈ જતાં, જતાં સરદાર ચુડાવતે કહ્યું.
નાથ! આપ નિશ્ચિત રહેશે. તમારા નામને કદાપી એબ આવવા દઈશ નહીં. વળી તમારી પાછળ સતી થઈશ, હવે આપ ખુશીથી જાવ અને વિજય માળા પહેરી પાછા વળે, હાડીરાણીએ કહ્યું.
આથી ચુડાવત ગયે. પણ થોડે દૂર ગયા પછી પોતાના નોકરની સાથે સંદેશ મોકલાવ્યો ને કહ્યું કે જે જવાબ આપે તે લેતે આવજે. જેથી નોકર તુરતજ ઘેર પાછો ફર્યો અને ચુડાવતને ઘેર આવી કહેવા લાગ્યું કે તમે તમારો ધર્મ ચુકશો નહી આ શબ્દો હાડીરાણીએ સાંભળ્યા કે તરત જ બહાર આવી જોયુ તે નકર જાય. તેથી તેને શું જવાબ આપે તેના વિચારમાં પડી. મારા સ્વામિને મારા પ્રત્યે મોહ ઉત્પન્ન થયો છે. જરૂર તે પરાજય પામીને ઘેર આવશે અને પોતાના નામ પર એબ લગાડશે, કારણ કે, પિતે પોતાને જીવ લડાઈમાં રાખી શકશે નહિં એમ વિચાર કરી કહ્યું કે –
ઉભા રહે, હું જે આપું તે તારા સ્વામીને અર્પણ કરજે અને તું કહેજે કે સતિએ તે તેની ફરજ બજાવી છે. પણ તમે તમારી ફરજ અદા કરશે. આ પ્રમાણે કહી તલવાર મ્યાનમાંથી ખેંચી કાઢી પોતાનું માથું ધડથી જુદુ એમ કરી આપ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com