________________
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન અનુસાર ચાલતા હતા, મૂર્ખ ઉદયસિંહ તેના પર જ શ્રદ્ધા રાખીને વિલાસિતાના પાપ પંકમાં ડુબી ગયે હતે. રાણાને આ પ્રકારે પ્રમાદીને વિલાસો થએલ. જોઈને ચતુર અકબરે આક્રમણ કર્યું હતું. અને મહાયુદ્ધ થયું હતું. તેમાં અકબરનો વિજય થયો. અને ઉદયસિંહને તેના અનાચારનું યોગ્ય પ્રાયશ્ચિત મયું.
અકબરમાં એક મહાન ગુણ એ હતું કે મનુષ્યની ગુપ્તમાં ગુપ્ત વાત પણ તેને પહોંચી જતી હતી, તથા જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે તે સર્વને સંતુષ્ઠ કરી શકતા હતા. આ ગુણેથી અકબરે હિંદુ જાતિના હૃદયમાં તેના પ્રત્યે પ્રીતિ અને ભક્તિ પેદા કરી હતી. અભિમાન ઉત્પાદક અને ગૌરવશાળી ઉપાધી પ્રાપ્ત કર્યા પહેલાં તેણે પિતાના હાથથી અસંખ્ય ભારત સંતાનોનાં હદય કુર રીતે ચીરી નાંખ્યા હતા, અને સનાતન ધર્મનાં અનેક મંદિરને ચુર્ણ કરી નાંખી તે સ્થળે મજીદ બંધાવી હતી.
અકબરના હસ્તપ્રહારથી વરવશો અને આર્ય સંતાનનાં મુખ પર કલંકની કાળી શાહી લાગી ગઈ હતી. પરંતુ આ કલંકે તેના કપાળ પર સદાને માટે વાસ કર્યો નહોતો. યૌવનના અભિમાનમાં અકબરે પોતાની કઠેર, દુકાંક્ષા, તૃપ્ત કરવાને માટે હિંદુઓના હૃદયમાં જે ભીષણપ્રહાર કર્યા હતા. તે ઘા તેણે પોતાની વૃદ્ધાવસ્થામાં રૂઝાવી નાખ્યા હતા અને ભારત વાસીઓના આશિવાદ મેળવ્યા હતા.
આ પ્રમાણે જ્યારે દેશકાળની પડતીની નોબત વાગવાને ટાઈમ આવે છે ત્યારે રાજા પણ કાયર, ભીરૂ અને ડરપોક બને છે. જ્યારે ગિહૂત કુલકેશરી વિરવર બાપ્પા રાવલના વંશજ મેવાડના સ્વામિ રાણા સમરસિંહ રાજ્યનિતી વિશારદ રાજાએ જે નિતી અનુસાર રાજ્યકારભાર ચલાવી નામના મેળવી હતી અને પોતે પ્રજાપ્રિય રાજ્ય ચલાવ્યું હતું, તેજ રાજ્ય આજે ઉદયસિંહના હાથમાં આવ્યું હતું. બાપા રાવલના વંશજ મેવાડના સ્વામિ રાણું સમરસિંહ અત્યંત ચતુર અને કાર્યકુશળ હતા અને રાજ્યકાર્યને મહત્વનું કામ ગણું સાવધાન રહેતા હતા
ઉદયસિંહ આ કાર્યને અતિ સરળ અને સુગમ સમજતો હતે. તેથી મેવાડ પર દુઃખના ડુગરા તુટી પડયા, સીદીયા કુળની અધિષ્ઠાત્રી દેવીએ પ્રતિજ્ઞા કરી હતી કે “ જ્યાં સુધી બાપા રાવલના વંશ જે મારી આજ્ઞાનું પાલન કરશે ત્યાં સુધી ચિત્તોડને ત્યાગ કરીને જઈશ નહીં” બાપા રાવલના વંશજોએ આટલા દિવસ સુધી દેવીને સંતુષ્ટ કરવા માટે પોતાના હૃદયનું રૂધીર અર્પણ કર્યું હતું, તેથી મહાદેવીએ સંપુર્ણ રીતે ચિત્તોડની ભૂમિનું રક્ષણ કર્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com