________________
મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન શાહી ફેજ ઉપર છાપ મારો શરૂ કર્યો. રાણાજીની અપૂર્વ તપસ્યાની ભક્તિ વડે ભાગ્યદેવી સાહય થવા લાગી.
કર્નલટેડ પણ પિતાના “ રાજસ્થાની ઈતિહાસમાં ” લખે છે કે વીર ભામાશાહે એટલું બધું ધન આપ્યું કે ઓછામાં ઓછા પચીસ હજાર સૈનીકેને બાર વરસ સુધી હથીઆર, બરાક વિગેરે પુરેપુરી રીતે ચાલી શકે તેટલું ધન રાણા પ્રતાપના વર્ષોમાં ધર્યું હતું. ધન્ય છે ! ધન્ય છે ! આવા વીર સાચા જેન ભામાશાહને ! આનું નામ જ માતૃભકિતને પ્રેમ, સદભાવ, ત્યાગ, સ્વમાન, નિમકહલાલી, અને મનુષ્યપણામાં રહેલી અપૂર્વ ત્યાગની ભાવના !
રાણું પ્રતાપે સઘળી જાતની તૈયારી કરી અને જૂજ વખતમાં જ અકબર સેનાપતી શાહબાજખાના સન્ય ઉપર સિંહનાદ કર્યો. અને તેના લશ્કરને છીન્નભીન્ન કરી નસાડી મુકયું આ પ્રમાણે ભંયકર યુદ્ધ કરી રાણાજીએ બત્રીસ કિલાએ પિતાને સ્વાધીન કર્યા. તેમજ રાજપુત કુળકલંક અભિમાની માનસિંહના બાહુબળને અભિમાન ઉતારવા માટે રાણાજીએ અંબરના રાજ્ય પર આકમણ કર્યું. ત્યાં સુપ્રસિદ્ધ વાણીજ્ય સ્થાન માલપુરનો નાશ કરી પોતાના રાજ્યમાં પાછા આવ્યા તે પછી થોડા વખતમાં ઉદયપુરને પોતાના અધિકારમાં લઈ લીધું આ નગર જીતવામાં રાણાને વધારે પરિશ્રમ કરવો પડશે નહી. કારણ કે શત્રુઓ સંગ્રામ કર્યા વગરજ પલાયન કરી ગયા હતા.
આખરે બાદશાહ અકબરે પ્રતાપસિંહને શાતિ ભોગવવા દીધી પણ રાણાજી આ કાર્યથી પ્રસન્ન થઈ શકે ખરા ? પ્રતાપને હજી મનમાં ખટકતું હતું કે બાદશાહને તેના કૃત્યને બદલે હજુ બરાબર આપી શક નથી. જેના લોધે એ જંગલ, પહાડે, ભુખ, દુઃખ, વૈભવોનો ત્યાગ બાળબચ્ચાંઓને પણ
ખી કરીને જે પરિસમ વેઠેલો તેને કિંચીત બદલો પણ બાદશાહને આપી શકશે નહી. તેથી તેની તબિયત બેચેન રહેવા લાગી પરંતુ ચિત્તોડને કિલે હજી પ્રતાપના તાબામાં આવ્યો ન હતું, અને ચિત્તોડની પ્રતિજ્ઞા તેના હદયને ભાલાની સમ ભેંકાતી હતી આથો ચિતોડનો ઉદ્ધાર ન થઈ શકવાથી રાણા પ્રતાપની બેચેની વધતી ગઈ. હવે રાણા પ્રતાપ વૃદ્ધાવસ્થામાં પ્રવેશ્યા તેથી યુવાનીને ઉત્સાહ મંદ થવા લાગ્યા. અને પોતાની નબળાઈ ઉપર હજારો ધિકાર આપવા લાગ્યા, જે ચિત્તોડને માટે મેં મારું તન, મન, ધન, પ્રાણ અને સર્વદા સમર્પણ કર્યું છતાં તે ચિત્તોડને મારા હાથે ઉદ્ધાર ન થયો, એજ એમના આત્માને દંખતુ હતુ. એ ચિંતામાં ને ચિંતામાં રાણાજીને મૃત્યુ નજદીક આવતું હોય તેમ ભાસવા માંડ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com