________________
મહારાણા શ્રી અમરસિંહ
૧૯
ત્રણ પેઢી સુધી પ્રધાનપદુ રહ્યું હતું. ભામાશાહના પિતા ભારમલને મહારાણું સાંગાએ રણથમ્બરનો કિલ્લેદારી આપી હતી. જ્યારે કર્ણસિંહે ઉદયપુરમાં આવી પોતાના રાજ્યની આબાદી કરી ત્યારે દીનપ્રતિદીન રાણું અને બાદશાહ વચ્ચે મિત્રાચારી વધતી ગઈ જ્યારે બાદશાહ જહાંગીર દક્ષિણ ગયા હતા ત્યારે શાહજાદા ખુમ ઉદયપુરમાં આવ્યા અને મહારાણા અમરસિંહની મુલાકાત લીધી હતી. તે વખતે શાહજીદાએ જડાઉતલવાર, ઘોડા, હાથી અને ખિલઅત્ત વિગેરે આપ્યા. પણ મહારાણાએ પાંચ હાથી, સત્તાવીસ ઘોડા અને જવાહિરથી ભરેલ થાળ શાહજાદાને નજર કર્યો, પરંતુ શાહજાદાએ ત્રણ ઘેડા લઈ બાકી બધું પાછું આપ્યું હતું.
શાહજાદા ખુમની સાથે દેઢ હજાર સ્વાર સહિત કુંવર કર્ણસિંહને દક્ષિણ તરફ જવાનું થતાં ગયો, અને ત્યાં ઘણી બહાદુરી અને હિંમત બતાવી હતી.
ભાવીની ઈચ્છા પ્રમાણે મેવાડ પર આફત અને જાફત આવ્યા જ કરતી હતી. અને કુદરતની મરજી પ્રમાણે ઘટના બન્યા જતી હતી. જગનિયંતાની કૃપા-મહેરબાની વગર કઈ ચીજ બનતી નથી.
સંવત ૧૯૭૬ ના મહા સુદ ૨ ને બુધવાર તા. ૩૦ ઓકટેમ્બર ૧૯૨૦ ના રોજ મહારાણા અમરસિંહ આ ફાની દુનિયાને ત્યાગ કરી સ્વર્ગવાસ થયાં. અને તેમની આખરી સ્વારી ઘણી જ ધામધુમની સાથે આહડ ગામમાં આવી પહોંચી, અને જ્યારે “ગંદ્રવ કુંડ' પાસે રાણાજીને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો ત્યારે દસ રાણી, નવ ખવાસ, આઠ સાહેલીઓ મળી કુલ સત્તાવીસ સ્ત્રીઓ સતી થઈ. મહારાણા અમરસિંહની છત્રો કર્ણસિંહે ઘણું જ સુંદર અને નમુનેદાર બનાવી હતી. તે હાલમાં પણ મોજૂદ છે. મહારાણું કર્ણસિંહ પિતે પિતૃ-ભક્ત હતા.
મહારાણું અમરસિંહને જન્મ સંવત ૧૬૧૬ ના ચિત્ર વદ ૦)) અને તા. ૨૬ માર્ચ ૧૫૬૦ ના રોજ થયે હ. મહારાણા અમરને છ કુંવર હતા (૧) કર્ણસિંહ (૨) સૂરજમલ (૩) ભીમસિંહ () અર્જુનસિંહ (૫) રત્નસિંહ (૬) વાઘસિંહ અને એક કુંવરી વછવંતા હતી. રાણું અમરસિંહના સમયમાં ૧૮ વર્ષ લડાઈ ચાલી હતી અને છેવટના પાંચ વર્ષ શાન્તિથી દેશમાં રહ્યા હતા.
છંદ–ોટક જઅહી શીવલોક પ્રતાપ ગયે, અમરેશ બરેશ નરેશ ભચે, પત શાહિય ફૌજ પ્રબંધ કિયે, વહ થાનક બૃહ બખેર દિયે. ૧૮૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com