________________
પ્રકરણ ૧૨ મું.
મહારાણા શ્રી જગતસિંહ મહારાણા જગતસિંહનો રાજ્યાભિષેક સં. ૧૨૮૪ ના ફાગણ માસમાં અને ઈ. સ. ૧૭૨૮ ના માર્ચ માસમાં થયેલ હતું. અને રાજ્યાભિષેક મહત્સવ સંવત ૧૮૮૬ ના વૈશાખ સુદ ૫ ના કર્યો હતો મહારાણા અમરસિંહે તમામ રાજ્યકારભાર જગતસિંહને સેંપી દીધું હતું, તેઓના સ્વર્ગવાસ પહેલાં આઠ વરસ ઘણી જ શાન્તિથી પસાર કર્યા હતા. તેઓના મરણ બાદ બાદશાહ જહાંગીર પણ પરલોકવાસી થયા હતા, આ વખતે ખુહમ સુરતમાં જ હતો, મહારાણુ જગતસિંહના પિતાએ તથા કાકાએ પોતાના પ્રાણ પ્યારા ખુહં મને જે આસન પર બેસાડવા પિતાના પ્રાણની પરવા પણ કરી ન હતી. તે સિંહાસન આજે સુનું પડયું હતું.
જહાંગીરના મરણ બાદ શાહજાદા ખુઈમનું ભાગ્ય સ્વચ્છ અને પ્રકાશમાન થયું. મહારાણુ જગતસિંહે આ સમાચાર પિતાના પરમ પ્રિય મિત્ર શાહજાદા ખુમને પહોંચાડ્યા, અને બિલકુલ વિલંબ કર્યા વગર પોતાના ભાઈને સિન્ય લઈ સુરત રવાના કર્યો. શાહજાદા ખુમે તેમના ભાઈ પાસેથી બધા સમાચાર સાંભળ્યા કે તત્કાળ ઉદયપુર જઈ ભગતસિંહને મલ્યા. આ વખતે ઉદયપુર જાત જાતના શોભાયમાન દ્રવ્યોથી ઘણું જ સુશોભિત લાગતું હતું. અને તે શોભા જેવા માટે ઘણું માંડલીક રાજા, મહારાજાએ આવ્યા હતા. આ વખતે દિલ્હીના સામંતો અને માંડલિક રાજાઓએ શાહજાહા ખુમને “શાહજહાં” નામથી બોલાવ્યા.
સીદી આ વંશના રાણું તથા સરદારોની દીર્ધકાળથી વિચારેલી ભાવના અને આશા આજે ફળીભૂત થઈ તેથી ઉદયપુર અનેક જાતની ધામધુમ તથા ઓત્સવોથી ઉજવાઈ રહ્યું હતું. બીજા કેઈ પણ મુસલમાન બાદશાહના રાજ્યાભિષેક વખતે હિન્દુઓએ આવો મહાન્સ ઉજવ્યું હોય તેમ લાગતું નથી.
ધર્માત્મા શાહજહાં થોડો સમય પિતાના પરમ પ્રિય જીગરજાન મિત્રને ત્યાં રહી પોતાના પાટનગરમાં આવ્યા. ત્યાંથી જતી વખતે શાહજહાંએ રાણું જગતસિંહને પાંચ પ્રાણુ અપરણ કર્યા અને એક મહામૂલ્યવાન મણું ઉપહાર તરીકે આપી ને ભલામણ કરી કે “ચિત્તોડના મહાલને જીર્ણોદ્ધાર કરે.”
રાણી જગતસિંહ છવીસ વર્ષ રાજ્ય કર્યું. પણ તેઓશ્રીના રાજ્યમાં અપૂર્વ શાન્તિ, પ્રેમ, અને સંપત્તિની સરિતાઓ વહેતી હતી. વળી પિતાની
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com