________________
મહારાણા શ્રી અમરસિંહ
૧૦૩
==
=
ઉત્સાહથી સરદારને બમણે ઉત્સાહ આવે તેઓ ગગનભેદી વિદારક ભયંકર સિંહનાદ કરી મેવાડને કંપાયમાન કરવા લાગ્યા. આ વખતે “દેવીર નામના
સ્થાનમાં શત્રુઓ પડયા હતા. રણોન્મત રાજપુતેએ એકદમ તે સ્થામ પર પહોંચી જઈ પ્રબળ વેગથી શત્રુ પર આક્રમણ કરવા લાગ્યા. આ વખતે તો ખાનખાનાનને ભાઈ સેનાપતિ થઈ આવ્યા હતા. “દેવીર”ના પહાડી પ્રદેશમાં હિંદુ મુસલમાનને દારૂણ યુદ્ધ થયું. તેના ભયંકર અવાજ અને તલવાર ભાલાને ખણખણાટ ભલભલાની છાતી હચમચાવી મૂકે તે દેખાવ હતે.
આ યુદ્ધમાં બંને પક્ષના અગણિત માણસે માર્યા ગયા. આખરે રાણા અમરસિંહે યવનોને નાશ કર્યો. અને પિતે ગૌરવ સહિત પિતાના પાટનગર પાછા ફર્યા. સંવત ૧૬૬૪ ( ઈ. સ. ૧૬૦૮) માં આ યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં વિજય માલ્યો હોય તે રાણાજીના કાકા વીર કર્ણસિંહને ને જ. પણ કર્ણસિંહ અત્યંત પરાક્રમી હતા. તેમના જ બાહુબળથી અને રણકૌશલ્યથી જ અમરસિંહને યશ પ્રાપ્ત થયા હતા.
પરંતુ બાદશાહ જહાંગીરને ઉત્સાહ બીલકુલ મંદ પડયે નહે. અને બમ ક્રોધે ભરાયે. લગભગ એક વર્ષ પછી (સ. ૧૬૬૫)ની વસંતઋતુમાં બીજીવાર ભયંકર યુદ્ધની તૈયારી કરી અબદુલ્લા નામના સેનાપતિને પ્રચંડ સેના સાથે મેવાડ ઉપર આક્રમણ કરવા મોકલ્યા.
અબદુલા પિતાની વિશાળ સેના જોઈને આશાવંત્ત થઈ રાણા અમરસિંહની સાથે લડાઈ કરવા ગયો રાણું અમરસિંહ પણ તેના આગમનના ખબર સાંભળી પિતાની સેના લઈ આગળ ચાલ્યા. ને રાણપુર નામના ગીરીમાગે ઉભય દળે વચ્ચે ઘોર સંગ્રામ શરૂ થશે. રણવિશારદ તેજસ્વી રાજપુતોએ સ્વદેશ પ્રેમના પવિત્ર મંત્રથી અદ્દભુત પરાક્રમ વડે મેગલ શહેનશાહને મેર તોડવાનો પ્રયાસ આદર્યો. અને સફળતા પ્રાપ્ત થઈ. આવી રીતે રાણું અમરસિંહને અનેક લડાઈઓ બાદશાહ સાથે થઈ. કુલ સત્તર વાર લડાઈઓ થઈ હતી. તેમાંથી તે સૂર્યવંશીના શૂરા રાજપુતોએ પોતાના કુળની ગીરવતા અને કુળની ઈજજત પ્રાણના ભેગે બચાવી લીધી હતી. આખરે જ્યાં બાદશાહ જહાંગીરના મનમાં આવ્યું કે હવે મારા ગયા સિવાય મેવાડપતિ તાબે થાય તેમ નથી. છેવટે જહાંગીર પિતે સૈન્ય લઈ અજમેર તરફ પ્રયાણ કર્યું. અને પિતાના શાહજાદા “ખુહંમ” ને મેવાડ પર વિક્રમ સં. ૧૬૭૦ ના પોષ સુદ ૧૫ તા. ૨૬ મી ડીસેમ્બર ૧૬૧૩ ના રોજ મોકલ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com