________________
૧૦૨
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન
નિંદ્રામાંથી જાગૃત થતા હતા. હજી જહાંગીરને દિલ્હીના તખ્ત પર બેઠાને ચાર વર્ષ પૂરાં થયાં ન હતાં. પણ તેણે સર્વત્ર ગૃહકલહને અંત લાવી મેવાડ પર આક્રમણ કર્યું હવે રાણા અમરસિંહ મહા સંકટમાં આવી પડયા. અને રાણાના કેટલાક ખુશામતીઆઓએ રાણાને નિરૂત્સાહી બનાવવા પ્રયત્ન આદર્યા. છેવટે રાણ અમરસિંહ ઉત્સાહ વગરના બની ગયા. એટલે મેવાડના સરદારો અને સામંતે પિતાના મનમાં દુઃખી થવા લાગ્યા.
છેવટે સર્વે સરદારે અમર મહેલમાં ગયા. ને રાણાને વિપત્તિના આગમનની ખબર કરી સામક શિરોમણી વીર ચંદાવતે અમરસિંહ સન્મુખ જઈ ધીરજ ને ગંભીરતાથી ધીમા સ્વરે કહેવા માંડયું કે - “આવી જ રીતે આ૫ મહારાણું પ્રતાપની આબરૂ રાખજે? અને સીસોદીયાના કુળને સાચવો? વિચાર કરો, કે તમારે જન્મ કયા કુળમાં થયો છે? અને આપણી નાડીમાં કેનું રક્ત વહી રહ્યું છે? જહાંગીર જેવો સર્વ સંહારક સ્વરૂપ ધારણ કરીને આવ્યો છે. ત્યારે આપ ખુશામતી આની સલાહથી ભયભીત બની મેવાડનું સત્યાનાશ કરવાને બેઠા છે? શરમ છે ! મહારાણા પ્રતાપને પુત્ર આ કાયર ન હોય ? માટે ઉઠે ! અને જાગૃત બને ? આવેલી આફતને જાત માની તમારા સૂર્યવંશીને કુળની આબરૂ વધારે?” સાલુબ્રા સરદારના તેજસ્વી વચનની અસર અમરને કશી પણ થઈ નહિં. ઉલટું જુની માફર સ્થિર રહી બધું સાંભળ્યા જ કર્યું. આખરે સાલુબ્રા સરદાર ક્રોધાયમાન થઈ હાથ ઝાલી અમરસિંહને સિંહાસન ઉપરથી હેઠે ઉતારી નાખ્યો. અને હા પાડી કે “મહારાણા પ્રતાપના પુત્રને શીવ્ર અશ્વારૂઢ કરીને કલંકથી બચાવે !” આ હકીકતથી રાણા અમરસિંહજી અત્યંત દુઃખી થયા. આ વખતે સામંત તથા સરદારે લેશ પણ દુ:ખી થયા નહીં. તેમને સંપૂર્ણ શ્રદ્ધા હતી કે કર્તવ્યને ખાતર અમારે આવું વર્તન કરવું પડયું છે. તે તેમાં દોષ-ગુન્હો શે ? જે સરદારે આવું વર્તન ન કર્યું હોત તે અમરસિંહની અતિ ભયંકર દુર્દશા થાત. બીજા સરદારે વીર ચંદાવતની કર્તવ્ય પરાયણતા જોઈ ઘણુ ખુશી થયા. બધાએ એક મત થઈ રાણાજીને અશ્વારૂઢ થવા ફરમાન કર્યું આ વખતે રાણાજીના હૃદયમાં પણ ક્રોધાગ્નિ સળગી રહો હતે. બધા સરદારો મેવાડભૂમિ ઉપર આવેલા જગન્નાથજીના મંદિરની આગળ આવ્યા. એટલે રાણાજીને મને વિકાર એકદમ દૂર થઈ ગયે. ને ધીમે ધીમે તેના ને ખુલી ગયાં કે તરત જ પોતાને પોતાની સ્થિતિનું ભાન થયું.
આખરે અમરસિંહ ઉત્સાહ પૂર્વાક સર્વ સૈનીકેને સાથે લઈ ચાલ્યા. અને સરદાર સાલુબ્રા પતિને રાણાએ પ્રાર્થના કરો કે “ આપે મને મોહ દશામાંથી જગાડે છે. તે માટે પણ બતાવી આપવું કે રાણા પ્રતાપને લાયક તેમનો પુત્ર(અમરસિંહ) છે કે નહિં? ત્યાંથી બધા સમરભૂમિ તરફ ચાલ્યા. રાણાજીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com