________________
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન આ બજાર નિથિત અકબરની ઘણું જ નીચ અને પાપી ભાવના હતી એટલું કહેવું આ સ્થાને બસ છે.
આ બાબતનું સાધારણ કર્નલટેડના રાજસ્થાની ઈતિહાસના પાના ૧૬૪ માં કરેલા વર્ણન ઉપરથી વાંચક વર્ગ સમજી લેશે. આ “નોરેઝ બજારની પાપલીલાને પડદે બિકાનેરના રાજકુમાર પૃથ્વીરાજની સ્ત્રીએ પોતાની અસીમ વીરતા અને ધર્મબળના પ્રભાવથી આ દારૂણ અને શોચનીય કલંકથી પિતાની કુળમર્યાદાની રક્ષા કરી હતી.
આવી પવિત્ર વિરાંગના પૃથ્વીસિંહને પોતાના પૂણ્ય બળથી જ મળી હશે, દુર્ભાગ્યવશાત પૃથ્વીરાજ જે કે અકબરશાહના આશ્રીત થયા હતા. તેમના સુખ-દુઃખ અકબર પર જ નિર્ભર હતા. તો પણ તેને અકબરના પ્રાસાદ પ્રાપ્ત કરવાની ઈચ્છા ન હતી. અને તેમણે અકબરશાહને પિતાનું શિર પણ નમાવ્યું નહતું. સર્વગુણ સંપન્ન ભાચના પ્રેમાલાપની શાન્તિથી પિતાનું દુ:ખ ભૂલો જતા હતા. અને પોતે પિતાના કાર્યમાં કર્તવ્ય પરાયણું રહેતા હતા અને તે વિરબાળા અદભૂત સતીત્વની મૂર્તિ હતી.
એક વખત અકબર ખુશ રાજના બજારમાં ગુપ્ત વેશે ભ્રમણ કરતા હતા, એવામાં પૃથ્વીરાજની સ્ત્રીનું સ્વર્ગીય સુંદરતાનું પ્રતિબિંબ જોતાં બાદશાહ એકદમ ચમક, અને તે કામાંધ–હિત થયે. તે પોતે પોતાના નિવાસ સ્થાનમાં આવી પોતાની પાપવૃત્તી પોષવાને વિચાર કરવા લાગ્યો. તેની પાપવાસના બે પ્રકારની હતી. એક તે પિતાની પાશવિલીલા પુરી કરવી અને બીજી મેવાડના ઈજજત ને કલંકોત કરવી, અકબર રક્ષક ફીટી ભક્ષકનું કાર્ય કરવા તત્પર થયે. અને પિતાની પ્રજા ઉપરની જવાબદારી ભૂલી જઈ પોતે નીચ રાક્ષસી આ કાંક્ષા પુરી કરવા ઉન્મત્ત થયે. આવા વખતે આ પવિત્ર સતીની ઈજજત કોણ સાચવી શકે અને કોણ સાચવશે એ જગતને નાથ જાણે?
બજાર પુરો થયા પછી પૃથ્વીરાજની લાવણ્યત્તી પત્નિએ મેળામાંથી સ્વગૃહે જવા વિચાર કર્યો. જે રસ્તાથી તે આવી હતી તે જ રસ્તાથી તે જવા નીકળી છેડી વાર ચાલ્યા પછી તેને જણાયું કે સર્વ દ્વાર બંધ છેબહાર જવાનો કે માર્ગ નથી પોતાના મનમાં અનેક જાતની શંકા ઉદભવી. એવામાં એક તરફનું દ્વાર ખુલી ગયું જેથી તે રમી તે દ્વાર વાટે જવા તૈયાર થઈ પણ સામેથી અકબર શાહ ધીમી ગતી એ આવતો જણાયો અકબર શાહે પિતાના બંને હાથ લાબા કરી પોતાની ઈચ્ચા જણાવી તેના તરફ ગયો. અને અનેક પ્રકારની લાલચો બતાવી, વૈભવ બતાવ્યા, કોઈ પણ જાતની લાલચ બતાવવામાં ક્યાથ રાખી નહીં પણ કહેવતમાં કહ્યું છે કે :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com