________________
મહારાણા પ્રતાપની પાછળ માનસિંહ
આવી સ્થિતીમાં રાણા પ્રતાપ ઘણું જ શોચનિય દશામાં આવી પડયાં, શું કરવું પિતાની કરેલી તપશ્ચર્યા અને કરેલી મહામહેનત અને શાહ અકબર સામે કરેલી વીરતા ભરી યુદ્ધની ઘોષણા કરનારા એવા વીર પુરૂષને આજે ખાવા, પીવા, કે ઓઢવા, પાથરવાના પણ સાંસા પડવા લાગ્યા. જ્યાં રાજ્ય વૈભવ લેગવનાર, દેવ જે મહા પુરૂષ? ક્યાં આજે તેનું ભાવી? પણ વિધીની કળા અકળ છે. જ્યારે કુદરત પુરેપુરી કસોટી કરે ત્યારે સત્ય અને ધીરજની કિંમત થાય છે. માટે ભાવી શું કરે છે તેની ગતીની કઈ પણ વ્યક્તિને માલુમ પડતી નથી એ તે ફક્ત જ્ઞાની જાણી શકે.
દેહરા શું કર્યું મેં આ કર્યું એ માનવી મીથ્યા બકે, ઈશની આજ્ઞા વિના નવ પાન પણ હાલી શકે. ૫
આખરે પ્રતાપ રાણા ઘણા જ નિરાશ થયા. અને પોતે પોતાની માતૃભૂમિને છેલ્લા દર્શન કરી પોતાના સરદારની આખરી વિદાય લઈ પોતે જંગલના રસ્ત સિંધ તરફ જવાના વિચાર પર આવ્યાં. આ વખતે એક વૃદ્ધ નવયુવાન જે રાજ્ય સેવક. જૈન, અને વિતામાં અજોડ, વીર મંત્રી ભામાશાહ મહારાણાના ચોંમાં પડ, અને કહે છે કે અન્નદાતા ! આપનાથી મેવાડને મુકીને નહિ જવાય. આવી રીતે ભામાશાહ કરેજેડી મહારાણાને પ્રાર્થના કરવા લાગ્યો. અને કહેવા માંડયા કે અન્નદાતા ! દુનિયા ભલે રસાતાલ થાય. કરોડો મનુષ્ય ભલે મરે, પરંતુ મહારાણા પ્રતાપને વાંકે વાળ પણ ન કરે. આપ તે મારા શીરતાજ છે, મેવાડના દેવ છે, હિંદુ અને જૈન ધર્મના રક્ષણહાર છે, આપ જશે તે અમારે પણ આ જગતમાં શું મોટું લઈ ફરવાનું રહ્યું.
જ્યાં આપ ત્યાં હું. રાણા પ્રતાપ કહે મંત્રી ભામાશાહ! શું કરૂ કેઈ જાતના સાધન વગર મને સામને શી રીતે કરે અને હાલમાં તમે મેવાડની તેમજ મારી સ્થિતી તે જાણે છે. તો કેવી રીતે ટકી શકાય.
રાણા પ્રતાપ ને ભામાશાહને વાદવિવાદ.
પ્રતાપ–ભામાશાહ તુજ વાત સુણીને, અંતર તે વીંધાય ખરે,
મેવાડની દશાજ જોતાં, અગ્નિ સમ વાલા પ્રજળે, નથી સુજતું કે શું કરવું, વિધિ જ્યાં અવળી જ પડે, એવી સ્થિતિમાં કહે ભામાશાહ, પ્રતાપ એકલે શું કરે. ૬
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com