________________
વનવીરને રાજ્યાભિષેક
જે સમયે હુમાયુ કાશ્મીરની નિકટ આવ્યા તે સમયે સીકંદર દિલ્હીનાં સિંહાસન પર બેસીને પિતાના ભાઈઓની સાથે ઝઘડે કર્યા કરતે હતો તેથી હુમાયુએ ધાર્યું કે આપણું કાર્ય કરવાની આ ઉત્તમ તક છે. સીકંદર ગૃહકલહથી નિર્મળ થયેલો જોઈને તરતજ હુમાયુ સિંધુ નદી ઉતરીને તેની સામે આવી બાથ ભીડી, આ રણસંગ્રામના પ્રચંડ ઘોષથી હતભાગી પઠાણ પાદશાહનાં જ્ઞાનને ઉઘડી ગયાં, સરહદ નામક સ્થાન આગળ તેમની સાથે દારૂણ યુદ્ધ થયું. આ યુદ્ધમાં હુમાયુએ તેના પુત્ર અકબરને સેનાપતિ બનાવ્યો હતો તેની ઉંમર અત્રે ફક્ત બાર વર્ષની હતી. અકબરને વિજય થયે, દિલ્હીનું સિંહાસન હાથ લીધા પછી થોડા દિવસો પછી હુમાયુ પિતાના પુસ્તકાલયના ઉંચા સોપાન પરથી પડી જવાથી પરલોકવાસી થયે.
પોતાના પિતાના મૃત્યુ પછી થોડે દિવસે અકબર તેર વરસની ઉંમરે સિંહાસન પર બેઠે, ત્યાર પછી થોડા દિવસે તેના શત્રુઓએ અકબરના હાથમાંથી દિહી અને આગ્રા ખુંચવી લીધા, તથા અકબરને બહાર હાંકી કાઢયે, જેથી અકબરે પંજાબના એક સ્થાનમાં જઈ આશ્રય લીધે; પણ બહેરામખાએ તેના છેલ્લા શત્રુઓના હાથમાંથી તેના રાજ્યનો ઉદ્ધાર કર્યો. આ બહેરામખાંને ભારતીયસલી (૨૯) કહેવામાં આવે છે. તેના પરાક્રમથી અકબરનું રાજ્ય પર્વત સમાન દૃઢ થયું અને અઢાર વર્ષની ઉંમરમાં તે અકબરે ચંદેરી, કાલિંજર, બુદેલખંડ, અને માળવા વિગેરે દેશે હાથ કર્યા. આ વિશાળ ભારત સામ્રાજ્ય પર અધિકાર સ્થાપિત કર્યા પછી થોડા જ વખતમાં શહેનશાહ અકબરે ચિત્તોડ પર આક્રમણ કર્યું હતું.
ઉદયસિંહ કાયર હતો, તે રાજા થાય તેથી શું થયું, જે રાજામાં નૃપેચિત ગુણ ન હોય તે રાજા શા કામને ? ઉદયસિંહમાં ઉપલા ગુણેને બદલે અનર્થકારક દુર્થ ભરેલાં હતાં અને તેના વિચારનું તંત્ર એક વેશ્યાદ્વારા ચાલતું હતું. તે વેશ્યાજ ઉદયસિંહની સલાહકાર, જીવન સહચરી, વિદ્યા, બુદ્ધિ અને બોધદાયિની સ્વામિની હતી, રાણે તેને એ દાસ બની ગયો હતો કે તેનાં ભાગ્યસુત્રને તે પિશાચિની પોતાના હાથમાં લઈ રહી હતી. મહારાણુ ઉઢયસિંહ-બિહૂત કુલકેશરી વિરવર બાપારાવલના વંશજ મેવાડના સ્વામિ રાષ્ટ્ર સંગ્રામસિંહના પુત્ર હતભાગી ઉદયસિંહ, પપિની વેશ્યાની આજ્ઞા
(૨૯) મોગલ સમ્રાટ અકબર અને ફાનસને ચતુર્થ હેત્રી, તથા બહેરામખાં અને ક્ર ન્સને મંત્રીસલી, આ ચારે પુરુષ એકજ વખતે વિદ્યમાન હતા આ એક અદ્દભૂત ઘટના છે. બહેરામખાંએ આત્માને ભોગ આપીને મેગલ રાજ્યને બચાવ્યું હતું અને અંતે તે પોતેજ વિદ્રોહી બન્યો હતો જેથી તેને દેશનીકાલ કર્યો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com