________________
૩૯
વનવીરને રાજ્યાભિષેક રક્ષણ કરવાને માટે અનાથની પેઠે ઘરે ઘરે અથડાવા લાગ્યો. ધન્ય છેવિધાતા તારાં કુટ વિધાન ને ધન્ય છે ? તારા કુટીલ લેખ અનુસાર આયે સમસ્ત હિંદુસ્તાનને પાદશાહ ઘરે ઘરે ફરે છે.
છેવટે હુમાયુએ જેસલમેર અને જોધપુરના મહારાજાઓને પિતાને આશ્રય આપવાની પ્રાર્થના કરી પણ શેકની વાત એ છે કે બેમાંથી કેઈએ પણ તેની પ્રાર્થના સાંભળી નહીં પરંતુ જોધપુરના કુર રાજા માલદેવે હુમાયુને કેદ કરવા વિચાર કર્યો હતે, આ વાત કયાં સુધી સત્ય છે તે અમે કહી શકતા નથી, પરંતુ હુમાયુએ જેસલમેર તથા જોધપુરના મહારાજાઓની કપટજાળ ભેદી, ભયંકર મારવાડની ભૂમીમાં પ્રવેશ કર્યો અહી તેને વધારે દુખ પડવા લાગ્યું. તેની પત્ની પણ પીડીત થવા લાગી, પોતાને દુઃખ સહન કરવું પડત તે તે સહન કરત, પણ તેના પ્રાણથી અધિક તેની બેગમને દુઃખ પડવાથી તે તેનાથી સહન ન થઈ શકયું.
જેણે પૂર્વે કદી સૂર્ય ભગવાનનું કિરણ પણ જોયું હતું જેની આગળ સદા પાણી માગવાથી દુધ આવી પડતું હતું તેજ બેગમને દૂર ભાગ્યવશાત્ આજે રેતી પર ઉઘાડે પગે ચાલવું પડતું હતું તેને જ આજે ભયંકર કષ્ટ સહન કરવું પડતું હતું. બેગમની તથા હુમાયુની આ દશા જોઈ કેણ અશ્રુબિંદુ નહિં પાડે! જે આવખતે હુમાયુએ ધર્યનો નાશ કર્યો હોત તે તેના પરિવારને મેવાડમાં જ નાશ થઈ ગયે હોત. પરંતુ તેનામાં વિરતા અને ધિરતા આદિ ગુણે હયાત હતા તેથી તે તે માટે સંકટમાંથી મુક્ત થયા હતા. હુમાયુના ગુણે જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને તેની વિપત્તિ જોઈ અધિક દુઃખ થાય છે.
તવારિખ ફરિસ્તામાં” આ શોચનીય દુર્દશાનું જળહળતું ચિત્ર આલેખવામાં આવ્યુ છે. કે હુમાયુ અધી રાતે અશ્વ ઉપર બેસીને અમરકોટ તરફ નાઠ, . આ અમરકોટ ઠાટા (ઠઠ્ઠા) નગરીથી સે કેસ દુર છે ઘણે દુર સુધી પ્રવાસ કરવાથી અત્યંત દુઃખીત થઈને પાદશાહને અશ્વ તે માર્ગમાં જ મરણ પામે ત્યારે હુમાયુએ “તડબેમ” નામના એક સભાસદની પાસે તે અશ્વ માગે, પરંતુ ઉક્ત અમીરે પાદશ હની આજ્ઞાને અનાદર કર્યો, અને તેના કઠોર હદયમાં જરાપણ દયા ઉત્પન્ન થઈ નહીં. આ શત્રુઓ હુમાયુની નજીક આવી પહોંચ્યા, હવે પિતાની રક્ષાને બીજો કોઈ ઉપાય ન જડવાથી પાદશાહુ ઉંટ ઉપર સ્વારી કરી નાઠે, એવામાં “નાદિમકેકા” નામના એક માણસે પોતાની વૃદ્ધ માતાને અશ્વપરથી નિચે ઉતારી તે અશ્વ હમાયુને આપે અને તેની માતાને ઉંટ પર બેસાડી ચાલવા લાગ્યો. માર્ગ અત્યંત ભયંકર અને રેતાળ હતો. પાણીનું નામ નહોતું તૃષાથી સિપાઈઓને દારૂણ દુખ થવા લાગ્યું. કેટલાક સિપાઈઓ બેહેસ થઈ ગયા, અને કેટલાક મરણ પામ્યા, ચારે તરફ હાહાકાર થઈ રહ્યો. અને રૂદન સંભળાવવા લાગ્યા, એટલામાં દુખમાં વૃદ્ધિ કરનારા સમાચાર મલ્યા કે શત્રુઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com