________________
૪૪
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન
તમામ સરંજામ સીદીયાઓએ કબજે કર્યો હતો. બીજે ભયંકર સંગ્રામ સં ૧૯૨૪ ચૈત્ર સુદ ૧૧ ને રવિવારના દિવસે શરૂ થયે તે વખતે અકબરે પિતાની વિજ્ય. શાળી સેનાને લઈ ચિત્તોડ ઉપર હુમલો કર્યો, આ વખતે કાયર ઉદયસિંહે કઈ પણ જાતનું શુરાતન ન બતાવતાં છેક જ નિર્માલ્યપણું બતાવ્યું હતું. છતાં પણ સરદારે અને સામંતની ઉશ્કેરણી ભરેલા વાતાવરણથી ઉદયસીંહ સૈન્યમાં દાખલ થયા. પણ જ્યાં રાજા જ નમાલો હોય ત્યાં સિન્યમાં ઉત્સાહ કયાંથી જ આવે.
જ્યારે રાજા ઉદયસિંહમાં કેઈપણ જાતને શુરવીરતાને શોભે તેવે ઉત્સાહ જોયે નહીં ત્યારે લાચારીથી રાજપુત સિન્ય ભાગવા માંડ્યું, અને ઉત્સાહ વગરનું થઈ ગયું. એટલે ઉદયસિંહ અકબરના હાથે કેદ પકડા, વીરજનાની મેવાડની ભૂમી પર આ એક મોટામાં મોટું કલંક આવ્યું. આવી ઘટના આજ પર્યત મેવાડમાં બની નહોતી.
કાયર રાજા હોય તે, કરે પ્રજા પાયમાલ, જેર મળે નહિં જીગરમાં, પ્રજા બને બેહાલ નિજ કુળતણ મર્યાદને, બુડાવી દે આમ,
એક ઉદયસિંહ કારણે, મેવાડ બન્યું ગુલામ. રાણા ઉદયસિંહ કેદ પકડાયે, છતાં કેઈ સરદારને અથવા સામંતને તેના માટે માન નહોતું. તેથી તેને છોડાવવાને કેઈએ કાંઈ પણ પ્રયત્ન કર્યો નહોતો. આજે ચિત્તોડપુરીની પ્રાર્થના નિસ્તેજ અને નિષપ્રાણ થઈ ગઈ હોય એમ લાગતી હતી, મેવાડભૂમીએ આજે પિતાનું તેજ સદાને માટે ગુમાવી દીધું હતું.
પરત આવી સ્થિતિંમાં જોતાં રાણું ઉદયસિંહની ઉપપત્નિના હૃદયમાં અભિમાન અને ક્રોધનો દાવાનળ પ્રગટી ઉઠો, અને કહેવા લાગી કે-“શું ચિત્તોડવાસી પિતાના બંધીવાન રાજાને મુક્ત નહી કરાવી શકે? શું બધા નિર્માલ્ય અને કાયર બની ગયા ? મેવાડની ભૂમીનું તેજ આજે લુપ્ત બની ગયું ? જ્યારે કઈ પણ વીર પિતાના રાજાને છોડાવવા, પિતાની બહાદુરી બતાવવા તૈયાર ન હોય, તે હું આજે મારા સ્વબળ ઉપર શ્રદ્ધા રાખી રાણાશ્રીને મુક્ત કરાવી લાવીશ.” આ પ્રમાણે પિતે અબળા છતાં પ્રબળા બની રણચંડીનું રૂ૫ ગ્રહણ કરી, હાથમાં ભાલે, તરવાર, ઢાલ અને બખતર પહેરી, ઘેડા ઉપર સ્વાર થઈને મુસલમાનના સૈન્ય પર તુટી પડી. એટલે રજપુતેએ પણ શુરાતન બતાવ્યું અને અબળાએ અપૂર્વ સાહસ, હિંમત અને શુરાતન બતાવી હજાર મુસલમાનોને જમીનદેસ્ત કરી, અકબર સમ્રાટના સૈન્યમાં હાહાકાર વર્તાવી દીધે, અને રાણા ઉદયસિંહને પિતે કેદમાંથી મુક્ત કરાવી લાવી. ધન્ય છે એ વિરાંગના ને? ધન્ય છે તેની નિડરતા ને ? મેગલ બાદશાહ આ વિરતા જોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com