________________
-
મહારાણા પ્રતાપની પાછળ માનસિંહ આશ્વાસન અને હિંમત આપી. રાણાશ્રી અને તેમના કુટુંબને ભીલ લેકે જ ખેરાક પુરો પાડતા હતા. જ્યારે રાણા પ્રતાપ અને તેને પરિવારને મોગલોના પંજામાં ફસાઈ જવાને વખત આવ્યે ત્યારે, કાળા નિવાસી બિલ લેકોએ બહાદુરીથી રાણાજીના પરિવારને ટેપલામાં છૂપાવી “ જાવરાની ’ ખીણમાં સહિસલામત રવાના કરી દીધાં હતાં. આવા નમકહલાલ ભિલ પ્રજાને ઉપકાર રાણાશ્રીના હૃદયમાં ઘણું જ હતું. વખત આવે તેને બદલે આપવાને પણ નિશ્ચય કર્યો હતે. મેગાના જુલમથી અને પહાડના હિંસક પ્રાણીઓથી બચવા સારૂ ભિલ લેકો સતત કાળજી રાખતા હતા. આવા કષ્ટ ભોગવતાં રાણા પ્રતાપની સત્ય હકીકત, અને તેની ટેક, વીરતા અને ગંભીરતા જેવા સારૂ શાહ અકબરે પોતે પિતાના ગુણાચારાને પહાડી પ્રદેશમાં મોકલ્યા. અને જ્યારે રાણા પ્રતાપ પોતે પોતાના સાથીઓ સાથે જંગલના ફળ ફળાદી અને કંદમૂળનું ભેજન લેતા હતા. તે વખતને દેખાવ આવેલા ગુણાચાર જોઈ દિગમૂઢ થઈ ગયા. અને બોલી ગયા કે, “રાજા મહેલમાં જેવું ભોજન લેતાં આનંદ ભોગવે છે તેજ પ્રમાણે આજે જંગલમાં પણ મંગળ માંની રહેલા રાણા પ્રતાપને ધન્ય છે !” તેની વીરતા અને અડગ ટેક અને ગંભીરતાને ધન્ય છે.!
આ હકીકત ગુણાચારોએ શાહ અકબર આગળ આવી નિવેદન કર્યું કે, રાણાને મનાવવા, તે ઘણું જ મુશ્કેલ છે. ત્યારે અકબરના મુખમાંથી નીકળ્યું કે, યા અલાહ ધન્ય હે વહ હિન્દુ રાજવી કું, દેશકી ઓર સ્વમાનની ખાતર ફના હો ગયા. ઓર દુસરે સબ રાજપુત બેઈમાન હેકર મેરી સહાયતા કી.
આવી મોટી વિપત્તિઓ આવ્યા છતાં, રાણા પ્રતાપ હતાસ અગર નીરાશ થયા ન હતા. ઘણાં ભયંકર કષ્ટ સહન કરતાં પણ પોતે ગભરાતા ન હતા, ખરાબ સ્થિતિ એટલે સુધી ભોગવવી પડતી હતી કે, કઈ કઈ દિવસમાં ખાવાના સાંસા પડતા હતા. ત્યાં ઓઢવા કે પાથરવા કે, શાંતિનું સ્થાન તે કેવી રીતે જોગવી શકે? આવી પરિસ્થિતિમાં પણ પોતે ટેક, નેક ને સ્વમાન મજબુત રીતે સાચવી સિસોદીયાનું ગૌરવ વધાર્યું હતું. ધન્ય છે ! તે રાજપુતને. વાહ! સમય તારી બલીહારી ! રાણાએ પાંચ વાર જોજન તૈયાર કરાવ્યું અને પોતે જમવાની તૈયારી કરતા, ત્યાં દુશ્મનની જ આવવાના સમાચાર કાને પડતાં જ ભોજનને ત્યાગ કરી ચાલ્યા જવું પડતું અને શત્રુઓ ચારે તરફ ઘેરી લેતા હતા. આ પ્રમાણે થોડા દિવસ બાદ રાણાજીએ કંઈક શાંતિ મેળવી રાણાજી સહ
૧૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com