________________
વનવીરને રાજ્યાભિષેક
૪૫ સ્તબ્ધ બની ગયે. અને પિતાને થએલે વિજય પલકમાં ફરી જતાં પોતે ઘણાજ હતાશ બની ગયો. ઈતિહાસમાં ઉદયસિંહની ઉપપત્નિનું નામ સુવર્ણ અક્ષરે શેભો રહ્યું છે, અને રહેશે.
જ્યારે ઉદયસિંહ અકબરના કારાગ્રહમાંથી છુટયે, અને તેને ચિત્તોડમાં આવી પોતાની ઉપ પત્નિની અત્યંત પ્રશંસા કરી અને તેની વીરતાને સહસ્ત્રવાર ધન્યવાદ આપે. અને ભરસભામાં કહેવા લાગ્યું કે “વીરનારીની બહાદુરીથી મારી મુક્તિ થઈ છે.” રાણાના મુખે આજે ઉક્ત સ્ત્રીની બહાદુરીની પ્રશંસા સાંભળી ચિત્તોડના સરદારને અત્યંત ધૃણા ઉત્પન્ન થઈ અને તેમનું અભિમાન ઉશ્કેરાઈ આવ્યું. તેથી બધા સરદારોએ એ વિચાર કર્યો કે આ વેશ્યાને કઈ પણ ઉપાયે મારી નાંખવી. આવો વિચાર કરી તે બહાદુર સ્ત્રીનો નાશ કરવાની
જના કરવા લાગ્યા. અગણિત સરદારો આગળ એક સ્ત્રીનું શું ગજું? આખરે એ વીર રમણને વધ થઈ ગયો, અને તે બીચારી આ દુનિયાનો ત્યાગ કરી પર દુનિયામાં ચાલી ગઈ
અકબર પર વિજય કરવાને લીધે સરદારો અને સામંતને આનંદ છે જોઈએ, તેના બદલે એક શેક ઉત્પન્ન થયે, અને માંહોમાંહે કલેશથી રાજ્યમાં ભયંકર અશાન્તિ ઉત્પન્ન થઈ. મેવાડની આવી અશાન્તિ સાંભળી અકબરે પિતાનું વૈર લેવાને સંપૂર્ણ રીતે તૈયારી કરી મહા પ્રચંડ સન્ય સાથે ફરી ચિત્તોડ પર ચડી આવ્યા.
આ સમયે અકબરની ઉંમર પચીસ વર્ષની હતી. તેના શરીરમાં વિપુલ બળ હતું અને અતિ ઉસ્તાહી હતું, તેના અખંડ પ્રભાવથી સમસ્ત ભારત વર્ષ તેને શરણે થયું હતું. દુર્ઘટ દુર્ગાને તેને પોતાના બાહુબળ, અને પ્રતાપથી છન્નભિન્ન કરી નાંખ્યા હતા. અનેક રાજપુત રાજાઓ તેની આજ્ઞા પાળવાને હાથ જેડી સન્મુખ રહેતા હતા, તે પછી મેવાડનું મસ્તક શી રીતે ઉન્નત રહી શકે? મેવાડને ગર્વ શી રોતે અચળ રહી શકે?
મેવાડના રાજપુત શા માટે તેને વશ ન થાય ? મોગલનું પ્રચંડ વેગમય સૈન્ય મેવાડમાં પ્રવેશી ચુકયું હતું અને ચિત્તોડની પાસેનાં “પાંડોલી” ૩૦ નામના
૩૦, પાંડલી નામના બે ગામો છે, તેમાંનું ઉપલું ગામ ચિત્તોડના સુપ્રસિદ્ધ માનસરોવરના કિનારા પર વસેલું છે. આ માન સરોવરના કિનારા પર બાંધવામાં આવેલા કેટલાક પ્રાચીન સ્તંભેમાંથી તેમાં જે એક શિલાલેખ ઉપલબ્ધ થાય તેની સહાયતાથી જ તેમને ગિત કુળતા વંશજની ઉત્પત્તિ થઈ. જે દિપમાળ અદ્યાપી સર્વાગ દશામાં વિદ્યમાન છે તેને સર્વચા ચૂના અને પત્થરથી બનાવવામાં આવી છે. ઉંચાઈ (૩૦) ત્રીસ ટ અને તેનો શિરેભાગ (૪) ચાર ફૂટ છે. સૂક્ષ્મ દ્રષ્ટિએ જોતાં સર્વ જાતિના દેવાલયોનાં ચિન્હા તેમ જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com