________________
વનવીરને રાજ્યાભિષેક
વિદાય લઈ સાહસ અને ઉત્સાહની સાથે મેગલ સેનાપર તુટી પડ્યા. દુનુ દ્વાર ખોલી નાખવામાં આવ્યું, પ્રાણુને મોહ છોડી ઉન્મત્ત રાજપુત પ્રચંડ સમુદ્રતરંગની પેઠે શત્રુએ તરફ ધસી ગયા અને તેમને સંહાર કરવા લાગ્યા. સામાપક્ષના અગણિત સૈનીકે માર્યા ગયા, પરંતુ મોગલ સેના અગાધ હતી, અને રાજપુત સેના ઘણી અલ્પ હતી, આખરે તમામ રાજપુતોએ માતૃભૂમી ખાતર પિતાની યશક્તિ ઉજજવલ કરી પ્રાણ પણ કર્યો.
આખરે ચિત્તોડની દુર્દશા થઈ, અગતિ મુગલે આગળ રાજપુતો લાચાર થઈ ગયા, આ દુર્દશામાં કોઈની પણ તાકાત મસ્તક ઉંચુ કરવાની રહી નહીં.
આવા સંકટોના સમયમાં રાજપુતોએ પિતાનું પાણી બતાવી ચિત્તોડનું નાક રાખ્યું હતું. પણ જ્યાં ભાવી અનુકુળ ન હોય ત્યાં બીજું શું થાય ? જે ચિત્તોડ કનકનગરી સમાન ગણાતું હતું, તે આજે સ્મશાનવત્ શૂન્ય ભાસવા લાગ્યું, જેવી ભાવીની મરજી, જયાં જુઓ ત્યાં મુડદાંના ઢગેઢગ પડેલા હતા. અને કેવળ ભયંકર દ્વષ્ય એટલું લાગતું હતું કે લેખકમાં લખવાની પણ શક્તિ નથી. લખવામાં શબ્દ શોધ્યા જડે તેમ નથી આવી ભયંકર પરિસ્થિતિને ખ્યાલ વાંચકગણુ પાતેજ કરી લેશે.
દેશ દેશના અનેક રાજપુત સરદારોએ ભયંકર લડાઈમાં ૧૭૦૦ સત્તરસે મહાન દ્ધાઓએ પિતાના પ્રાણ સમર્પણ કર્યા હતા
કેવળ ગ્વાલીઅરના વાર રાજાઓ ચિત્તોડની ભાવી દુર્દશાના વખતે ઉપયોગી થઈ પડવાને માટે, આ ભયંકર યુદ્ધમાંથી પિતાનો પ્રાણ બચાવી શકયા હતા. નવરાણીએ પાંચ રાજકુમારીઓ, બે બાળકો અને સમસ્ત સરદાર કુળની સ્ત્રીઓએ તે કઠેર કાળમાં જુહાર વૃતનું અનુષ્ઠાન કરીને રણમાં પિતાના પ્રાણનું બલીદાન આપ્યું હતું. આ ભયંકર યુદ્ધમાં ચિત્તોડનું જે સત્યાનાશ થયું છે. તે ભવિષ્યમાં પણ વિસરી-ભુલી શકાશે નહિ. જ્યાં સુધી આ જગતમાં હિન્દુ નામ કાયમ રહેશે ત્યાં સુધી આ ભયાનક યુદ્ધની હકીકત તો દરેકના હૃદયમાં કોતરેલી રહેશે.
જે દિવસે ચિત્તોડ ઉપર આફત આવી પડો તેજ દિવસથીજ રાજપુતેની સ્વાધીનતાદેવી ચિત્તોડપુરને ત્યાગ કરીને ચાલી ગઈ, તે પવિત્ર રવિવારના દિવસે સૂર્ય દેવતાએ પિતાના કિરણે નાંખી હંમેશને માટે ચિત્તોડમાં અંધકાર કર્યો
જે ચિત્તોડની સુંદરતા અમરાપુરી જેવી ગણાતી હતી, જે ચિત્તોડના પર અનેક કિલાઓ, સરોવર, શિલ્પકળાના મંદિર, વિગેરે અનેક વસ્તુઓ શોભી રહી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com