________________
મહારાણા પ્રતાપને રાજ્યાભિષેક
૫૫
અને બાપ્પા રાવલનું ખમીર હતું. તે સાહસીક શૂરવીર અને તંત્રતા ચાહનાર હતો, પિતે ગુલામ રહેવા માંગતો નહોતે, પિતાનું હતું તે પોતે લેવા ચાહતે હતું એટલે તેમાં અન્યાય જેવી વસ્તુ હતી જ નહીં.
આવા વખતમાં ઘણા ક્ષત્રિયો (રાજાઓ) બાદશાહ અકબરના માનીતા થઈ ગયા હતા. તેના પગ ચુંમવા ગયા હતા. અને પાપ સ્વાર્થ સાધી રહ્યા હતા. આ વખતે ખુદ રાણા પ્રતાપને ભાઈ શકિતકુમ ૨ પણ બાદશાહની સેડમાં જ ભરાયે હતો. આ વસ્તુને જ્યારે રાણે વિચાર કરતા ત્યારે તેના આત્માને ઘણે આગાધ થતો હતે, છતાં પોતે તે પોતાની પ્રણાલીકા તસુભાર તજવા માગતો નહોતે, મરી ફીટવું પણ બાદશાહની ગુલામી નજ કરવી તે નજ કરવી આ તેને મુદ્રાલેખ હતો.
જ્યારે રાણા પ્રતાપ રાજ્યસિંહાસન પર આરૂઢ થયા, અને જગમલને તેના સામા બેસવું પડ્યું તેથી નારાજ થઈ જગમલ પોતાના કુટુંબને લઈ ગદાથી નીકળી જહાજપુર આવ્યું, ત્યાં અજમેરના સુબાને મળે. જેથી સુબાએ તેના બાળ બચ્ચાં સાથે રહેવાની આજ્ઞા આપી, અને જહાજપુર પ્રમાણે તેને પેટમાં લખી આપ્યું. પછી જગમલે અકબર બાશાહ પાસે જઈ બધી હકીકત કહી તેધી અકબરે જગમલને જહજાપુરનું પ્રગણું જાગીરમાં આપ્યું.
મહારાણા પ્રતાપસિંહ કુમલમેરમાં રહીને મેવાડનું રાજ્ય કરવા લાગ્યા, આ ખબર બાદશાહુ અકબરને મળી. તેથી પિતે લશ્કર લઈ સિદ્ધપુર તટ્ટ કુચ કરી અને વિક્રમ સંવત ૧૬૨૯ માં ગુજરાત પર ફડ કરીને જ ડુંગ૨પુર અને ઉદયપુર તરફ મોકલી. અને તે ફેજને સેનાપતી આંબેરને કુંવર માનસિંહ રહે. અને તેની સાથે બીજા ઘણાજ સરદાર, સામતે, અને મુસલમાન હતા, અને આબેરના રાજા ભારમલ ને નાનો છોકરે જગન્નાથ, કછવાહા, રાજા ગોપાળ, તથા બુંદીના રાવ, (ઝાડા) ભેજ વગેરે પણ હતા. અકબરે હકમ આપ્યો હતો કે જે બાદશાહની સેવા કબુલ કરે તેની સાથે સંધી કરી સ્વાગત કરો? અને જે પ્રતિકુળ બને તેને જમીન દોસ્ત કરે” આ હકમ લઈ માનસિંહ નીકળ્યા હતા અને ડુંગરપુર આવ્યાં, અને ત્યાંના રાવલ આશકરણ સાથે લડાઈ કરી ડુંગરપુર કબજે કર્યું, એટલે રાવલ આશકરણ પહાડોમાં ચાલ્યો ગયો. મનસિંહ ડુંગરપુરને કબજામાં લઈને વધારાની ફોજ અજમેર મોકલી અને જરૂરી ફેજ લઈને પે તે મહારાણા પ્રતાપને સમજાવવા સં. ૧૬૩૦ માં પ્રથમ અષાડમાસમાં આવ્યો અને રાણા પ્રતાપને સમજાવવા ઘણે પ્રયત્ન કર્યો છતાં માનસિંહ પિતાના ઉધમમાં ફળીભૂત થયે નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com