________________
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન ઠપકો આપે, અને બેધ આપે, તેથી આશાશાહના સર્વ સંદેહોશંકાઓ દૂર થઈ ગયા. જેથી રાજકુમારને પોતાના રાજા તરીકે જણાવ્યા, ધાત્રીએ મનમાં વિચાર કર્યો કે મારા અહીં રહેવાથી લોકોમાં રાજકુમાર માટે શંકા થશે. તેથી તે કમલનેરને ત્યાગ કરી ચાલી ગઈ, આશાશાહે રાજકુમાર ઉદયસિંહને પિતાના ભત્રીજા તરીકે જાહેર કર્યો. પણ લેકના મનમાં અનેક જાતની શંકાઓ પેદા થવા લાગી, પણ સત્ય કયાં છુપું રહી શકે? આપોઆપ બધાને ખબર પડવા લાગી.
* કેટલાક દિવસ પછી ઝાલર સોનગઢા સરદારે કંઈ કામ પ્રસંગે આશાશાહની પાસે આવ્યા, તેમને સત્કાર કરવા માટે આશાશાહે ઉદયસિંહને મોકલ્યા હતા, ઉદયસિંહે કરેલા આદર સત્કારથી સરદારને સંદેહ પેદા થયે, અને તેમની સંપુર્ણ ખાત્રી થઈ કે આથાશાહને આ ભત્રીજો છે જ નહિ. ધીમે ધીમે આ સમાચાર મેવાડના સામત અને સરદારને જ નહીં પણ મેવાડમાં તથા હિંદુસ્તાનના દરેક પ્રદેશમાં પહોચી ગયા, તેથી ઘણું રાજાએ આનંદીત થઈ પ્રથમ કરવાને ત્યાં દોડી આવ્યા, તેમાં ચંદ્રનાપ્રતિનિધિ, સલુબ્રાધિપતિ સાહીદાસ કૈલવા પતિજાગે, કાગરનાથ સંગ પ્રભૂતિ ચંદાવત ગોત્ર અને અન્ય સામંતે, કેટરિંઆ અને બેદલના ચૌહાણ, વિજોલીના પરમાર, સંચાર પતિ પૃથ્વીરાજ, અને જેતાવતા લુણકરણ સર્વ રાજેઓ આનંદભેર કમલમેરમાં આવ્યા, ત્યારે ધાત્રી પન્નાએ તથા હજામે બધી વાત કરી ત્યારે સવના મનના સંદેહ દુર થયા, એક દિવસ કમલમેરમાં દરબાર ભેગો થયે ત્યારે આશાશાહે રાજકુમારની ગુપ્ત વાતનું વર્ણન કર્યું, અને ત્યાર પછી રાજકુમારને મેવાડના વૃદ્ધ સામંત ચૌહાણને સેંપી દીધા. વીરવર - સંગ્રાતસિંહના પુત્રને જીવતે દેખી સવે આનંદીત થઈ ગયા, તેમને આનંદધ્વનિ અનંત ગગનને માર્ગે થઈ પર્વતશૃંગો પર અથડાતો અથડાતે ચિત્તોડ નગરમાં પહે, ચિત્તોડના સિંહાસન પર બેઠેલા દુષ્ટ વનવીરે આ ઇવનિ સાંભળો, તેથી તેનું હદય કંપાયમાન થવા લાગ્યું. કારણ કે તેને સિંહાસન જવાની બીક લાગવા માંડી.
સોનગઢા સરદાર અખિલરાવે પોતાની પુત્રીને વિવાહ રાજકુમાર ઉદયસિંહ સાથે કર્યો, અને મેવાડના સરદાર તથા સામંતો એ ઉદયસિંહની પૂજા મહારાણું કચ્છના કિલામાં કરીને તેમના કપાળમાં રાજતિલક કર્યું આ સમાચાર વનવીરે સાંભળ્યા તેથી તે એકદમ હતાશ થઈ ગયું અને તેણે વિચાર કર્યો કે “મેં મારા હાથે કુમારને વધ કર્યો છે, અને તેને તરફડત દીઠો છે, તે પછી કયા દેવતાના પ્રસાદથી તથા કયા સંજીવન મંત્રના પ્રભાવથી ઉદયસિંહ જીવિત થઈ ગ?” વનવીરને આ માટે શંકાઓ થવા લાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com