________________
પ્રકરણ ૫ મું. વનવીરને રાજ્યાભિષેક, ઉદયસિંહને રાજયની પ્રાપ્તિ, હુમાયુનું ચરિત્ર,
તથા અકબર બાદશાહનું ચિત્તોડ પર આક્રમણ રાજ્ય અને સંપત્તિમાં શું મેહની છે તે રાજા અથવા ધનવાને કણ જાણી શકે! જે વનવીરે પોતાને સિંહસનારૂઢ કરવાની સરદારેએ કરેલી માંગણી
સ્વીકારવાને આનાકાની કરી હતી. અને વિક્રમાછતને પદભ્રષ્ટ કરી મેવાડનું સિંહાસન મેળવવાને ઘોર પાપ કર્મ સમજતા હતા. તેજ વનવીર માત્ર થોડા કલાક પછી સિંહાસન ઉપર બેઠો, એટલે તુરત તેનું મન સંપુર્ણ રીતે બદલાઈ ગયુ. અને વનવીર રાજ્યની મોહિનીના ફંદમાં એટલે બધે જીત થઈ ગયો, કે તે કોનું રાજ્ય ભોગવે છે, તે વિષે તેને જરા પણ વિચાર કર્યો નહીં. શું તેને આ વાતની ખબર ન હતી કે સંગ્રામસિંહનો પુત્ર ઉદયસિંહ મોટો થતું જાય છે ? અને શુ તે જાણુતે ન હતો કે ઉદયસિંહ માટે થશે એટલે મને કે પદભ્રષ્ટ કરશે ? . સિંહાસન ઉપર બેસતાં જ વનવીરનું મન ફરી ગયું, અને તેને પ્રતિજ્ઞા કરી કે “મારા માર્ગમાં જે કંટક રૂપ હોય તે સર્વેને દુર કરીશ.” પહેલે અને માટે કંટક રાજકુમાર ઉદયસિંહ જ હતું. જેમ બિલાડી ઉંદરને મારવા રાત્રીની રાહ જોઈ રહે છે. તેમ વનવીર ઉદયસિંહને મારવાને રાહ જોતા હતે.
એક રાત્રે 9 યસિંહ સુતે છે, અને તેની ધાત્રી પથારી પાસે બેસી તેની સેવા કરી રહી છે, તે વખતે ધાત્રી એ રણવાસમાં કેઈનું રૂદન સાંભળ્યું. અને સાંભળી “ધાત્રી પન્ના” અચંબો પામી ભયભીત થઈ એટલામાં તે રાજકુમારનો હજામ ત્યાં આવ્યા, અને ભયભીત થઈ કહેવા લાગ્યું કે-“બહુ ખોટું થયું છે, સત્યાનાશ થઈ ગયું, વકવીર વિક્રમજીતને મારી નાંખ્યા.” આ શબ્દ સાંભળી ધાત્રીનું હૃદય કંપાયમાન થઈ ગયું, તરત જ તે સમજી ગઈ કે જરૂર ઉદયસિંહનો પ્રાણ પણ આ પાપી લેશે, તેથી તેને તુરત જ રાજકુમારને બચાવવાનો રસ્તો શોધવા માંડયા, વિપત્તીના સમયમાં કાંઈ વિચાર સુઝત નથી, પરંતુ આ મહાબુદ્ધિવાન ધાત્રી પન્નાએ તેને ઉપાય શોધી કાઢયો. ત્યાં એક ફળ મૂકવાને ટેપ પડ હતું, તેમાં રાજકુમારને ધીમેથી સુવાડી અને તેના ઉપર પાંદડા વિગેરે ગોઠવી હજામને ટેપ આપી કહ્યું કે “ હવે તું આ ટોપ લઇ નગરની બહાર ચાલ્યા જા ” તેથો વિશ્વાસુ હજામે તરતજ આજ્ઞાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com