________________
રાણા રત્નસિંહનું વૃત્તાંત
નજરમાં ફક્ત સૈનીકેના મુડદા. રૂધીર હાડકાના ઢગલા સિવાય કશું આવ્યું નહીં આ જોઈને સે ગમગીન થઈ ગયા હતા.
ભલભલા ચમરાજને પણ કંપારી છુટે તેવો દેખાવ જોઈ બહાદુર શાહ સુલતાનને પણ દુઃખ થયું હતું આ વખતે ચિત્તોડ પર વિજય મેળવી બહાદુરશાહે પંદર દિવસ સુધી અનેક પ્રકારના આનંદે કરાશરૂ કર્યા. પણ ત્યાં તો સાંભળ્યું કે વીર હુમાયુ બહાદુરશાહના જુલ્મમાંથી ચિત્તોડને ઉદ્ધાર કરવા અસંખ્ય સેનીકે લઈ આવે છે તેથી બહાદુરશાહ ચમ અને હતાશ થયો અને તરત જ પિતે પિતાના દેશમાં પાછા જવાની તૈયારી કરવા માંડી. હુમાયુ બંગદેશને વશ કરવાનું કામ મુકી ચિત્તોડ શા માટે આવતા હતા તે કહી શકાતું નથી પરંતુ એમ કહેવાય છે કે ઉદયસિંહની માતા કર્ણાવતી રાણીએ હુમાયુને ધર્મને ભાઈ ગો હતું. રાજપુત આ જ પવિત્ર માતૃત્વ બંધન ” ને “ રક્ષાબંધન ” કહે છે. બહાદુરશાહને હુમાયુએ ચિત્તોડમાંથી નસાડી મુકયો અને હુમાયુએ પિતાની લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કર્યું. વળી માળવાના નવાબ પાસેથી તેનું પાટનગર માંડું પણ છીનવી લીધું. કારણ કે માળવાના નવાબે બહાદુરશાહને સહાય કરી હતી. અનેક દુઃખ અને વિપત્તીઓ વેઠીને વિક્રમાજીતે ચિત્તોડનું સિંહ સન ફરી પ્રાપ્ત કર્યું, છતાં પણ તેની વર્તણુંકમાં ફેરફાર થયે નહીં. આટ આટલા સંકટ પડયાં પણ તેની બુદ્ધિમાં જરા પણ ફેર થશે નહીં અને તેણે ફરીને પણ પિતાના સરદાર, સામંતે ઉપર અત્યાચાર કરવા માંડયા. અને જે કરમચંદે તેના પિતાને વિપત્તિના સમયમાં સહાય કરી હતી અને જે હમણું અત્યંત વૃદ્ધ થઈને સંસારમાંથી વિદાય લેવાની તૈયારી કરતો હતો. તે કરમચંદ પરમાર ઉપર વિક્રમજીતે ભરસભામાં પ્રહાર કર્યો, તેથી આવા અત્યાચાર અને અપમાન જેઈને સર્વે સરદારો અને સામતે દરબારમાંથી ઉઠી ચાલ્યા ગયા. અને જતાં જતાં કહેતા ગયા કે “કાલેજ આ ફળને આસ્વાદ માલમ પડશે. ”
ક્રોધિત થએલા સરદારો અને સામંતોએ રાજભુવનનો ત્યાગ કરી વીર પૃથ્વીરાજના રાજકુમાર વ-વીર પાસે ગયા અને કહ્યું કે તમે ચિત્તોડના સિંહાસન પર અભિષેક્ત થાવ એવી અમારી ઈચ્છા છે. રાજા વિક્રમજીતને પદભ્રષ્ટ કરી તેના સિંહાસન ઉપર આરૂઢ થવું તે રાજકુમારને કુકર્મ લાગ્યું. અને જ્યારે તેણે જાણ્યું કે સરદારોની વાત નહીં માનવાથી મેવાડને મોટી હાની થશે ત્યારે તેણે સિંહાસનનો સ્વીકાર કરવાની અનુમતિ આપી હતભાગી વિક્રમાજીતને સિંહાસન પરથી પદભ્રષ્ટ કરવામાં આવ્યું. અને વનવીરના રાજ્યાભિષેકથી પ્રજા અને સરદારના આનંદધ્વનિથી મેવાડ ગાજી રહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com