________________
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન સહાય કરવા આવ્યા હતા. વિપત્તિના સમયમાં જેમણે મહારાણા સંગ્રામસિંહને સહાય કરી હતી તેમને સંપત્તિના સમયમાં તેઓ ભુલી ગયા ન હતા. તેમણે શ્રીનગરના કરમચંદને અજમેરની જાગીર આપી હતી. આ કરમચંદને જગમલ્લ નામને એક પૂત્ર હતા. ચંદેરી પર સત્તા સ્થાપીત કરતી વખતે જગમલે રાણું સંગ્રામસિંહને સહાય કરી હતી તેથી તેને “રાવત’ની પદવી આપી હતી.
સંગ્રામસિંહ સમયને સારી રીતે ઓળખતા હતા, અને તેમણે પોતાના લશ્કરને ઘણું જ ઉંચી તાલીમ આપી હતી. પિતાના સૈન્ય સાથે રાણા સંગ્રામસિંહે બાબર સાથે બે વાર યુદ્ધ કર્યું અને માળવાના બાદશાહ સાથે અઢાર વખત યુદ્ધ કરીને વિજય મેળવ્યો હતો. ઈબ્રાહીમ લેદી મહારાણુ સાથે બે વાર લડ પણ રાણાના પરાક્રમ આગળ પિતે બે વાર પરાજય પામ્યો. આ વખતે મેવાડના રાજ્યને વિસ્તાર ઘણાજ લાંબે હતા. ઉત્તરમાં વિના ૨૪ પ્રાન્તમાં વહેતી પીલખાલ નદી, પૂર્વમાં સિંધુ નદી, દક્ષીણમાં માળવા, અને પશ્ચિમમાં મેવાડની નિબિ અને દુર્ગમ શિલ્યમાલા સુધી મેવાડના રાજ્યનો વિસ્તાર હતો. આ પ્રમાણે શાસનનુ રાજ્ય રાણા સંગ્રામસિંહભેગવતા હતા, પણ તેઓશ્રી લાંબે વખત શાનિ લાગવી શક્યા નહી. આ વખતે યવનવીર બાબર મોટા સૈન્ય સાથે આવી ભયંકર લડાઈ કરવા મેવાડ આવ્યો. આ ભયંકર ભીષણના ભારત વર્ષમાં સંભળાય, અને આખુ ભારત કમકમી ગયું, પરંતુ ભારતની ભાગ્યદેવીને વિચાર કંઈક જુદા જ હશે, તેથી જ આ ભીષણ યુદ્ધ આરંભાયુ હશે, અને કેટલાક દેશદ્રોહી રાજાઓ અને વિદ્રોહીઓ બાબરને સહાય આપવા તૈયાર થયા. જે આપણાજ ભાઈઓએ બાબરને સહાય ન આપી હોત તો આજે ભારત વર્ષનો મુગટ કેના શીરપર શોભી રહ્યો હત? તે તે ભાવીને હાથ હતું, તો આજે ભારત ગુલામી દશામાં ન હેત. ભારતના ભાગ્યમાં સુખ લખાયેલ હશેજ નહિ.
બાબર જ્યારે પિતાનું સૈન્ય લઈને મેવાડ પર ચઢી આવ્યો ત્યારે બાબર પિતાનું સન્ય ઘણુંજ કેળવાયેલ લાવ્યો હતો અને ઘણી જ મોટી સંખ્યામાં લાવ્યો હતું, પણ વીર સંગ્રામસિંહે બહુજ બહાદુરી પૂર્વક તેને સામને કર્યો. અને વીર સંગ્રામસિંહે યવનવીર બાબરને સખ્ત પરાજય આપે. બાબરના સૈન્યને ઘણે ખરે ભાગ યુદ્ધમાં ખલાસ થઈ ગયો હતો. આ વખતે એક વિશ્વાસઘાતી કુટીલ રાજપુત કુહાડાને હાથે બનીને બાબરને સહાય કરી. જે આ વિશ્વાસઘાતી રાજપુતે બાબરને સહાય ન કરી હોત તો આજે બાબરના સૈન્યને એક માણસ જીવતે રહી શકજ નહોત. પરંતુ ભાગ્ય પ્રતિકુળ હોય ત્યારે કોણ મિથ્યા કરી શકે તેવું છે.
૨૪. આગ્રાથી પાંચ માઈલ દક્ષિણે વિના (નગર ) વસેલું છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com