________________
પ્રકરણ ૩ જું રાણુ સંગ્રામસિંહને રાજ્યાભિષેક અને અનેક જાતની વિવિધ
ઘટનાઓ. રાણા સંગ્રામસિંહનો જન્મ સં. ૧૫૩૮ ના વૈશાખ વદ ને મના દિવસે થયો હતો, અને સં. ૧૫૬૫ (ઈ. સં ૧૫૦૯) જેઠ સુદ ૫ ના દિવસે શુભ મુહંતે રાજ્યસન પર બિરાજમાન થયા. તેઓની ઉત્તમ રાજ્યનીતિ અને કુનેહથી મેવાડનું રાજ્ય ઘણુંજ આબાદિમય થયું, આ વખતે સંપૂર્ણ મેવાડમાં શાન્તિ હતી. સુખ અને વૈભવની રેલમછેલ હતી. પરંતુ ભાવીને આ સુખ મેવાડને લાંબા વખત સુધી જોગવવા દેવાની મરજી નહીં હોય.
ભારત વર્ષમાં અનેક પ્રતાપી રાજા મહારાજાઓ હતા અને તુવારવંશના રાજાઓએ ઘણું કાળ સુધી મહાપ્રતાય સહિત રાજ્યસત્તા ભેગવી, પરંતુ ક્રમે ક્રમે તે સત્તા ચૌહાણુ પાસેથી ગિઝની, ઘારી, ખીલજી અને લેહી વંશના બાદશાહે પાસે ગઈ અને હિન્દુસ્તાનનું રાજ્ય નિર્દય અને પાપી માણસેના હાથમાં આવ્યું, અને તે દરેક બાદશાહો હિન્દુઓના કટ્ટા દુશમન હતા. તેમાં કાંઈ બળ અને પરાક્રમ નહીં હોવાથી મેવાડના રાજાએ તેમને વેશપણ વિશાતમાં ગણતા નહતા. જ્યારે મેવાડમાં ગૃહકલેશ જાગતા, ત્યારે ગુજરાતના અને માળવાના રાજાઓ તે વિદ્રોહીની સાથે મળી જતા હતા, તે પણ તે લેકે મેવાડને કોઈ પણ જાતની હાની કરી શકયા નહતા, જ્યારે વીરવર સંગ્રામસિંહે વીર પુત્રને સંગ્રામભૂમિમાં મોકલ્યા, ત્યારે યુક્ત ઉભય નવાબે તેમની સાથે ટકી શક્યા નહોતા. રાણા સંગ્રામસિંહ તે વખતે ભારતના ચક્રવતી રાજા ગણુતા હતા. મારવાડ અને
અંબરના રાજાઓએ તેમને ભેટ આપીને તથા તેમની પુજા કરીને તેમનું ગૌરવ વધાર્યું હતું. વાલિયર, સીકરી અજમેર, રાઈસીન. કાલ્પી, ચંદેરી, બુંદી, ગાગરોન, રામપુર તથા આબુ આદિ પ્રદેશના “રાવ” પદવીધારી રાજાઓ તેમના માંડલિક બનીને તેમની સેવા કરતા હતા. મહારાણા સંગ્રામસિંહ મહાપ્રતાપી હતા. એંશીહજાર અશ્વારોહીઓ, ઉચ્ચકુળના સાત પત્તિઓ, નવ રાવે, અને “રાવલ તથા રાવત’ પદવીધારી ૧૦૪ સરદારે પાંચ હાથીઓની સાથે મહારાણુ સંગ્રામસિંહને
૨૩. આ સ્થળે અંબરના જે રાજાનું વર્ણન છે તેનું નામ પૃથ્વીરાજ હતું. અાપિ અંબરના રાજાઓને રાવ કહેવામાં આવે છે. પૃથ્વીરાજના બાર પુત્રો દ્વારા (કછવાહાકુળના) બાર ગાત્રો ઉત્પન્ન થયાં. મુગલ બાદશાહ હુમાયુના સમયથી કછવાહા લોકેાને રાજસભામાં માનપાન મળવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com