________________ 1 પૂર્ણતાક અનુભવથી રહિત દીન દેખાય છે. સ્વરૂપસુખને અંશ પણ પ્રાપ્ત થાય તે જીવન પરમ અમૃત સમાન છે. પુણ્યના ઉદયથી થતું સુખ કરોડગણું હોય તે પણ આત્મગુણને આવરણ કરનાર હોવાથી તે ખરેખર મહા દુઃખરૂપ છે. અરેરે ! બંધ અને સત્તા કરતાં પણ ઉદયકાળ દારુણ છે, કારણ કે તેથી આત્માના ગુણે ઉપર આવરણ આવે છેતેથી સ્વરૂપસુખમાં રુચિ કરવા યોગ્ય છે. 7 कृष्णे पक्षे परिक्षीणे शुक्ले च समुदञ्चति / द्योतन्ते सकलाध्यक्षाः पूर्णानन्दविधोः कला // 8 // ભાષાર્થ –કૃષ્ણપક્ષ પર થયે, શુક્લ પક્ષ વધતાં, સર્વ જનને પ્રત્યક્ષ પૂર્ણાનંદરૂપ ચંદ્રમાની કળા શેભે છે. ચંદ્રપક્ષે, કૃષ્ણ પક્ષ તે અંધારિયું પખવાડિયું, શુક્લ પક્ષ તે અજવાળિયું પખવાડિયું અને કળા તે ચંદ્રને સોળમે ભાગ ગણ; પૂર્ણાનંદ પક્ષે, કૃષ્ણપક્ષ તે અઈ પુદ્ગલપરાવર્તનથી અધિક કાળ સંસાર પરિભ્રમણ શક્તિ, શુક્લપક્ષ તે અર્ધપુદ્ગલપરાવર્તનથી એ કાળ સંસારમાં ભમવાનું, કળા તે ચૈતન્ય પર્યાયરૂપ જાણવી. કહ્યું છે - "जेसिमवड्ढो पुग्गलपरिअट्टो सेसओ अ संसारो / ते सुक्कपक्खिआ खलु अवरे पुण कण्हपक्खिआ // " .. "जो जो किरिआवाई सो भव्वो णियमा सुक्कपक्खिओ। अंतो पुग्गल परिअट्टस्स उ सिज्झइ णियमा / / " - એ દશાશ્રુતચૂર્ણિ અનુસારે અર્ધ પુદ્ગલ પરાવર્તનથી અધિક સંસાર તે કૃષ્ણ પક્ષ, તેની અંદર તે શુક્લ પક્ષ જાણ.